Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદની સિવિલની સામે ગેસ્ટ હાઉસમાં પોલીસની ખોટી ઓળખ આપી 30 હજારની માંગણી કરનાર ઠગ પોલીસના સકંજામાં

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ સામેની ગેસ્ટ હાઉસમાં ગયેલા યુવકે પોલીસની ઓળખ આપી હતી. સંચાલકે આઇ કાર્ડ માગતા ભાંડો ફૂટ્તા પત્રકાર હોવાની વાત કરી હતી ેએટલુ નહી દમ મારીને ગેસ્ટ હાઉસ બંધ કરાવવાની ધમકી આપીને મહિને રૃા. ૩૦ હજારની માગણી કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. લોકોએ કહેવાતા કહેવાતા પત્રકારને મેથીપાક ચખાડીને પોલીસેને સુપરત કર્યો હતો. શાહીબાગ પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલ સામે આવેલી અંબિકા ગેસ્ટ હાઉસના માલિક દિનેશભાઇ.સી.પારેખે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ઠક્કરનગરમાં મહાવીનગર પાસે -૨૪, શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા આક્ષેશકુમાર શંભુભાઇ સાવલીયા (..૪૩) ગઇકાલે સાંજે તેમના ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને રજિસ્ટર ચેક કરતા હતા. સંચાલકે આઇ કાર્ડ માંગતા ટી.વી.ટાઈમ્સ પ્રેસનું કાર્ડ બતાવીને પ્રેસ ચાલતા હોવાની વાત કરી હતી અને દર મહિને ૩૦ હજારની માંગણી કરી હતી.

 

 

 

(5:46 pm IST)