Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

રાત્રે સુરતથી શારજાહની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાનઃ ૧૮૦ સુરતી લાલાઓ મુસાફર

સુરતઃ સુરતીઓનું ડાયરેકટ ઈન્ટરનેશનલ ફલાઈટમાં પ્રવાસ કરવાનું સપનુ પુરૂ થવા જઈ રહ્યું છે. શનિવારે આજે રાત્રે ૧૧.૪૫ કલાકે શારજાહથી ઈન્ટરનેશનલ ફલાઈટ આવશે. જે ૧૮૦ સુરતીઓને લઈને રાત્રે ૧૨.૩૦ કલાકે ઉપડી જશે.

સુરતથી હવે ડાયરેકટર શારજાહ જવું શકય બન્યુ હોવાથી સુરતના જેમ એન્ડ જ્વેલરીને ખૂબ ફાયદો થનારો છે. સુરતનો જેમ એન્ડ જ્વેલરીનો ૯૦ ટકા માલ મુંબઈથી એકસપોર્ટ કરાઈ રહ્યો છે, પણ ઈન્ટરનેશનલ ફલાઈટને કારણે જેમ એન્ડ જ્વેલરીના નાનાથી માંડીને મોટા ઉદ્યોગકારોને ખૂબ જ ફાયદો થશે. તેમના મુંબઈના આટા-ફેરાની સાથે ખર્ચ પણ ઘટી જશે. શારજાહથી હીરાનું ઈનપોર્ટ સીધુ જ સુરતમાં થશે. દુબઈ સાથે સુરતનો હીરાનો ૩૫ લાખ કરોડનો વેપાર છે. સુરત અને દુબઈ વચ્ચે હવે સીધા સંબંધો શારજાહની ફલાઈટથી સ્થપાશે.(૨-૩૬)

(3:58 pm IST)