Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સંતો સહિત ૧૫૦૦ હરિભક્તોએ મીણબતી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી: મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શહીદો માટે શ્રદ્ધાંજલિ સભા

અમદાવાદ તા. ૧૬, જમ્મુ-કશ્મીરના પુલવામામાં રીઝર્વ પોલીસના કાફલા પર મોટા આતંકી હુમલાના કારણે આપણા ભારતીય ૪૪ જેટલા નવ યુવાનો શહીદ થતાં, તેમના આત્માની શાંતિ માટે અને તેમના કુટુંબીઓને ધીરજ મળે એ માટે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર્સિંહજી ચુડાસમાની ઉપસ્થિતિમાં અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં ગુરુકુલના સંતો અને વિદ્યાર્થીઓ સહિત ૧૫૦૦ જેટલા હરિભક્તો જોડાયા હતા.

શરૂઆતમાં વિદ્યાર્થીઓએ શહીદોના આત્માની શાંતિ માટે ૧ કલાક અખંડ ધૂન કરી હતી.

પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા ભૂપેન્દ્રસિંહજી ભાઈએ સ્ટેજ ઉપર ૪૪ મીણબતી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ભૂપેન્દ્રસિંહજી ભાઈએ જણાવ્યુ હતું કે શહીદીના બીજે દિવસે ગુરુકુલ દ્વારા જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો તેની ગુજરાત રાજ્ય વતી હું કદર કરું છુ.

પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી એ જણાવ્યુ હતું કે ભારત દેશ આપણો પરિવાર છે. આતંકીઓ દ્વારા જે ઘટના બની તે માનવજાત માટે અને વિશ્વ માટે પડકાર રૂપ છે

ઓસ્ટ્રેલીયા સત્સંગ પ્રવાસ કરી રહેલા શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શહીદી પામેલા નવજુવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યુ હતું કે રાષ્ટ્રનું સુકાન એક સુઝબુઝવાળા અને મક્કમ મુખ્ય પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે એટલે શહીદોનું બલિદાન એળે જશે નહીં. સમગ્ર દેશ શહીદો અને ઘાયલ થયેલા જવાનોના પરિવારની સાથે છે.               

 

(3:48 pm IST)