Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 'મહિન્દ્રા પ્રગતિ બ્લુચીપ યોજના'

નવું ફંડ ઇનિશિયલ સબસ્ક્રિપ્શન માટે ૨૨ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમિયાન ઓપન રહેશેઃ ઓપન એન્ડેડ ઇકિવટી સ્કીમ મુખ્યત્વે લાર્જ કેપ સ્ટોકસમાં રોકાણ કરે

રાજકોટ તા. ૧૬ : મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ કે જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ (એમએમએફએસએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે તેણે લાંબા ગાળાના કેપિટલ એપ્રિશિયેશન અને ગ્રોથની તકો ખાસ કરીને ઈકિવટી અને સંબંધિત લાર્જ કેપ કંપનીઓના ડેરિવેટિવ્ઝમાં રોકાણ કરીને મેળવવા માટે ઈચ્છે છે તેમના માટે નવી ઓપન એન્ડેડ ઈકિવટી સ્કીમ 'મહિન્દ્રા પ્રગતિ બ્લુચીપ યોજના' રજૂ કરી છે.

મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અને એમડી આશુતોષ બિશ્નોઈએ કહ્યું હતું, 'ભારતની લાર્જ કેપ કંપનીઓમાં વિવિધ માર્કેટ સાયકલ્સમાં ઓછી વોલેટેલિટી જોવા મળે છે, જયારે આ માર્કેટ સાઈકલ્સમાં સંબંધિત રીતે વેલ્યુએશન્સ રિઝનેબલ રહ્યા છે, જેના કારણે તે ઓલ સિઝન ચોઈસ બની છે. માર્કેટ કેપ ટુ જીડીપીમાં હકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો છે, જયારે લાર્જ કેપ્સ ઐતિહાસિક રીતે અડધાથી વધુ માર્કેટમાં રિપ્રેઝન્ટ કરે છે. અમારા મતે સ્કીમ આકર્ષક લાંબા ગાળાના રોકાણની તકો આપશે. આમ રોકાણકારો કે જેઓ તેમના રોકાણ દ્વારા વધુ કેપિટલ એપ્રિશિયેશન ઈચ્છે છે તેઓએ મહિન્દ્રા પ્રગતિ બ્લુચીપ યોજનામાં સામેલ થવા વિચારવું  જોઈએ.'

નવા ફંડની ઓફર ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૯થી ઓપન થશે અને ૮ માર્ચ, ૨૦૧૯ના રોજ બંધ થશે. આ સ્કીમ અલોટમેન્ટની તારીખથી પાંચ બિઝનેસ દિવસમાં સતત વેચાણ અને પુનઃખરીદી માટે રિઓપન થશે.

મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈકિવટી સ્ટ્રેટેજિસ્ટ વેંકટરામન બાલાસુબ્રહ્મણ્યમે કહ્યું હતું, 'મહિન્દ્રા પ્રગતિ બ્લુચીપ યોજના'નો હેતુ આલ્ફા જનરેટ પર લક્ષ આપવાની સાથે હાઈ કન્વિકશન કોન્સ્ટ્રેટેડ પોર્ટફોલિયો પર ધ્યાન આપવાનો છે અને તે ગ્રોથ અને વેલ્યુ એમ મિશ્રિત સ્ટાઈલમાં રોકાણ કરવામાં માને છે. રણનીતિના ભાગરૂપે ફંડ એવા સેકટર્સ ઓળખવા કોશિશ કરે છે જેમાં સંભાવનાઓ વિવિધ પિરિયડ્સ દરમિયાન ઈમર્જિંગ મેક્રો ટ્રેન્ડસ દરમિયાન રહેલી હોય, જયારે ફંડ આ સાથે મોટી ૧૦૦ કંપનઓમાંથી સ્ટોક સિલેકશન કરવાની છે કે જે ગૂડ ગવર્નન્સ અને મજબૂત નેતૃત્વ શોર્ટ કે મિડિયમ રોકાણની તકોમાં પણ ધરાવતી હોય.'

આ સ્કીમ ૮૦% રોકાણ ઈકિવટી અને ઈકિવટી સંબંધિત લાર્જ કેપ કંપનીઓના ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે અને ૨૦ ટકા સુધીનું રોકાણ ઈકિવટી અને અન્ય કંપનીઓનાં ઈકિવટી સંબંધિત રોકાણોમાં કરશે. આ સ્કીમ ૨૦ ટકા સુધી ડેટ અને મની માર્કેટ સિકયુરિટીઝમાં રોકાણ કરશે અને આરઈઆઈટી અને આઈએનવીઆઈટી દ્વારા ઈસ્યુ થયેલા ૧૦% યુનિટ્સમાં રોકાણ કરશે.(૨૧.૨૫)

(3:22 pm IST)