Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન

શ્રી ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલ આંતરરાષ્ટ્રીય શ્રધ્ધાંજલી

પાંજરા પોળ માટે અંદાજે રૂપિયા બે લાખનું દાન અપાયું

મહેસાણા : શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલ શ્રી ઘનશ્યામ મહારાજ શતાબ્દી મહોત્સવ અંગર્તત મહોત્સવના પ્રથમ દિને આશીર્વાદ આપતા પરમ પુજય આચાર્ય સ્વામીજી મહારાજે આંતરરાષ્ટ્રીય શ્રધ્ધાંજલી આપતા જણાવ્યુ હતું કે, ભારત રાષ્ટ્રના નવાજવાનો માતૃભૂમિની જીવના જોખમે સેવા કરી રહેલા આત્મીય સૈનિકો ઉપર નરાધામ દુષ્ટ લોકોએ આંતકી હુમલો કર્યો, તેમાં મોટી સંખ્યામાં આપણા જાબાંજ જવાનોએ લોહીની આહુતી આપી શહીદ થઇ ગયા અને કેટલાયે ઘાયલ પણ યા, આ સમાચારથી માતૃભૂમિના નાગરિકોના હૃદય કંપી ઉઠયા છે, કારણ કે, આ સૌથી ખોફનાક હમુલો નાપાક લોકોએ કર્યો હતો. શહીદ થયેલાઓને આ સર્વમંગલ મહોત્સવમાં તેઓના આત્માને શ્રધ્ધાંજલી અર્પીએ છીએ અને તેમના તમામે તમામ પરિવારના સભ્યોને આ વ્રજઘાત સમાન આઘાતને અજોડ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન સહન કરવાની શકિત આપે. વધુમાં જે દેશની સેવા બજાવી રહ્યા છે એવા વાયુ સેના, ભૂમિદળ અને તેવી આ તમામે તમામ ત્રણે પાંખના સૈનિકોની ઉપરશ્રી સ્વામીનારાયણ ભગવાનની પ્રસન્નતા રહે અને વધુ શકિતશાળી બનાવે. આ પ્રસંગે દેશ-વિદેશના જેવા કે અમેરિકા, આફ્રિકા, કેનેડા, યુગાન્ડ, યુ.કે. અને ઓસ્ટ્રેલિયાના હરિભકતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પાંજરા પોળ માટે અંદાજે રૂપિયા બે લાખનું દાન અપાયું. તેવું સદ્ગુરૂ ભગવતપ્રિયદાસજીસ્વામી મહંતની એક યાદીમાં જણાવાયું છે.

(11:57 am IST)