Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આણંદમાં સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી પરિણીતાનું સ્ત્રી ધન પચાવી પાડનાર વિરુદ્ધ ફરિયાદ

આણંદ: ખાતે રહેતી એક પરિણીતા પર તેના પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને તેણીનું તમામ સ્રીધન પચાવી પાડતાં અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

 


મળતી વિગતો અનુસાર આણંદની ઉષા સોસાયટીમાં રહેતી શિતલબેન રમેશભાઈ પટેલ નામની યુવતીના લગ્ન બે વર્ષ પહેલાં વસો તાલુકાના રામપુર ગામે રહેતા શૈલેષભાઈ પ્રભુદાસભાઈ પટેલ સાથે થયા હતા

લગ્ન કરતી વખતે શૈલેષે પોતે અમેરિકન સીટીઝનશીપ છે અને ત્યાં ગયા બાદ તેણીને પણ બોલાવી લેશે તેમ જણાવ્યું હતુ પરંતુ અસલમાં શૈલેષભાઈ ગેરકાયદેસર રીતે ગયા હોય ત્યાંથી તેમને કાઢી મુક્યા હતા. લગ્ન ટાણે ૧૦૦ તોલા સોનાના દાગીના અને એક કીલો ચાંદીના દાગીના આપવામાં આવ્યા હતા. લગ્નના એક વર્ષ સુધી સુખરૂપ ચાલ્યા બાદ પતિ અને સાસુ મધુબેન, સસરા પ્રભુદાસભાઈ, જેઠ અશોકભાઈ અને જેઠાણી ભાવીશાબેન દ્વારા તેણી પર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનુ ચાલુ કરી દીધું હતુ. પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તારા પીયરમાંથી કશુંય આપ્યું નથી પીયરવાળા ભીખારી છે તેમ જણાવીને અસહ્ય ત્રાસ ગુજારતા હતા ત્યારબાદ સસરા દ્વારા તેણી પર ખોટી વહેમ રાખીને પતિને ચઢવણી કરતા પતિ દ્વારા મારઝુડ પણ ચાલી કરી દીધી હતી. ત્યારબાદ તેણીનું તમામ સ્ત્રીધન પચાવી પાડીને કાઢી મૂકી હતી.

 

 

 

 

(5:22 pm IST)