Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

હાડગુડમાં મકાન અપાવવાની લાલચે ચાર વ્યક્તિ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરાઈ

આણંદ: નજીક આવેલા ચાવડાપુરા ખાતે રહેતા અને હાડગુડમાં સાઈટ પાડી મકાનો બનાવી આપવાના બહાને ચાર વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા મેળવીને મકાન બાંધી નહીં આપી વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતા અંગે આણંદ શહેર પોલીસે બોરસદની મહિલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર બોરસદના ખાસીવાડી ખાતે રહેતા રીપ્કાબેન એપોલસ ક્રિશ્ચિયને હાડગુડમાં પડેલી સાઈટ પર મકાન લેવાનું હોય તેમણે ૨૦૧૨-૧૩માં બિલ્ડર રમેશભાઈ પરસોત્તમભાઈ મેકવાનનો સંપર્ક કર્યો હતો. જેમણે પ્લોટ બતાવીને તેના પર મહિનામાં મકાન બાંધી આપવાનું આશ્વાસન આપ્યું હતુ જે પેટે ૧૧.૯૧ લાખ તેમજ વેચાણ દસ્તાવેજના એક લાખ આપી દીધા હતા.

 

(5:21 pm IST)