Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

તલોદમાં 39 ભાડા પટ્ટાની દુકાનની હરાજીનું કામકાજ સંપૂર્ણ: પાલિકાને થઇ 2 કરોડની આવક

તલોદ:પાલિકા દ્વારા સરકારી યોજના અંતર્ગત બનાવેલી ૮૨ દુકાનોના કોમ્પલેક્ષની દુકાનોની ભાડાપટ્ટાની જાહેર હરાજી ગત રોજ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. જેમાં ૩૯ દુકાનોની ભાડાપટ્ટાની હરાજી સંપન્ન થઈ હતી. જેમાં તલોદ નગરપાલિકાને અંદાજીત રૃ. કરોડની આવક થઇ હતી. મોડી સાંજ સુધી ચાલેલી હરાજીની પ્રક્રિયા સમયના અભાવે સ્થગિત કરવાની સૂત્રોને ફરજ પડી હતી. પાલિકા પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર બાકી રહેલી દુકાનોની હરાજીની પ્રક્રિયા આવતા ગુરુવારે યોજાશે.

તલોદ નગરપાલિકાએ દાયકા પહેલાં આઇ.ડી.એસ.એમ.ટી. યોજના હેઠળ પાલિકાની ઇમારતમાં કુલ ૮૨ દુકાનોવાળા શોપીંગ સેન્ટરનું નિર્માણ કર્યું હતું. જેની ભાડાપટ્ટાની હરાજીનો મામલો વર્ષોથી વહિવટી આંટીઘૂંટીઓમાં અટવાયેલો હતો.

 

 

 

 

(5:21 pm IST)