Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સુરત: બે ભાગીદાર દલાલોએ એમ્બ્રોડરીનું 63.46 લાખનું કામ કરાવી છુમંતર થઇ જતા ગુનો દાખલ

સુરત: શહેરમાં રીંગરોડ સાંઇદર્શન માર્કેટમાં સાનીયા ફેશનના નામે દુકાન ધરાવતા બે ભાગીદારો દલાલ મારફતે એમ્બ્રોઇડરી જોબવર્ક અને હેન્ડવર્ક કરાવી ૧૦ વ્યક્તિના રૂ.૬૩.૪૬ લાખ ચૂકવ્યા વિના દુકાન બંધ કરી ભાગી છૂટતા સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજકોટના વતની અને સુરતમાં વરાછા યોગીચોક આંગન રેસીડેન્સી ઘર નંબર એફ/૫૦૧ માં રહેતા કાનજીભાઈ ઘુસાભાઇ હીરપરા સાડી ઉપર એમ્બ્રોડરી જોબવર્ક નું કામ કરે છે. સવા વર્ષ અગાઉ રીંગરોડની સાંઇદર્શન માર્કેટમાં સાનીયા ફેશનના નામે દુકાન શરૂ કરનાર વિપુલભાઈ ઇશ્વરભાઇ પટેલ ( રહે. ફ્લેટ નં.૪૦૧, બિલ્ડીંગ નંબર , શ્લોક રેસીડન્સી, બમરોલી રોડ, પાંડેસરા, સુરત ) અને તેના ભાગીદાર નિકુંજે દલાલ સુનિલભાઈ મારફતે કાનજીભાઈ પાસે સાડી ઉપર એમ્બ્રોઇડરી જોબવર્ક નું કામ શરૂ કરાવી ૩૫ દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો વાયદો કર્યો હતો.

 

(5:20 pm IST)