Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સુરતમાં સાડીના વેપારીએ ઓનલાઇન સાડી મંગાવી 21.62 લાખનો ચૂનો લગાવ્યો

સુરત:રીંગરોડ વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા મોટા વરાછાના વેપારી પાસે દિલ્હીની ઓનલાઇન સાઈટ ઇન્ડીયા રસના સંચાલકોએ સાડી મંગાવી શરૂઆતમાં પેમેન્ટ કર્યા બાદ રૂ.૨૧,૬૧,૯૭૪ નું બાકી પેમેન્ટ નહીં ચૂકવતા વેપારીએ સંચાલકો વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટા વરાછા લજામણી ચોક ગોપીનાથ સોસાયટીની સામે રાધાકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં રહેતા મહિપતભાઈ ધનજીભાઈ પટેલ રીંગરોડ વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં ક્રિશી ફેબના નામે સાડી ની દુકાન ધરાવે છે. દોઢ વર્ષ અગાઉ તે દિલ્હીના ઓખલા સ્થિત અર્નીત રિટેલ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકોના સંપર્કમાં આવ્યા હતા. તેઓ ઇન્ડીયા રસ.કોમના નામે ઓનલાઈન સાઇટ ચલાવી તેના ઉપર વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા હતા.

(5:19 pm IST)