Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વડોદરા મનપાએ ગટરનું ગેરકાયદે જોડાણ કરવા બદલ 19.64 લાખનો દંડ ફટકારી નોટિસ આપી

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશનએ ગટરનું ગેરકાયદે જોડાણ કરવા બદલ રૂપિયા 19 લાખ 64 હજારનો દંડ ફટકાર્યો છે. જો એક મહિનામાં દંડ નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી તેની સામે કરવા નોટિસ આપી છે,

ગટરના ગેરકાયદે જોડાણો હોય તો કોર્પોરેશનમાં જઈને જાતે કબુલ કરી લેવા અગાઉ એક મહિનાનો સમય અપાયો હતો. એક મહિનાના સમયમાં જે લોકોએ પોતાને ત્યાં ગટર જોડાણ ગેરકાયદે છે તેવી કબુલાત કરે તો પછી ચેકિંગમાં ગટર જોડાણ ગેરકાયદે મળી આવે તો જોડાણ કાપી ને વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે તેવી સૂચના આપી હતી.

કોર્પોરેશને એક મહિનાનો સમય આપ્યો હોવા છતાં પણ ખુબ ઓછા લોકો સામે ચાલીને કોર્પોરેશનમાં જઈને જાતે સ્વીકાર્યું છે અમારે ત્યાં જોડાણ ગેરકાયદે છે.

 

(5:18 pm IST)