Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વડોદરામાં કાપડિયા પરિવાર દ્વારા શહીદોને અનોખી શ્રદ્ધાંજલીઃ જાનમાં અેકપણ ડાન્સીંગ ગીત ન વગાડ્યુ

વડોદરા : હાલ સમગ્ર દેશમાં એક તરફ શહીદો માટે શોકની લાગણી છે, તો બીજી તરફ આતંકવાદીઓ પ્રત્યે આક્રોશ છે. જૈશ--મોહંમદે કરેલા આતંકવાદી હુમલામાં ભારતના 44 જેટલા જવાન શહીદ થયા છે. ત્યારે સૌથી મોટા આતંકવાદી હુમલા અંગે સમગ્ર દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે, ત્યારે વડોદરાના કાપડિયા પરિવારે શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. આવી શ્રદ્ધાંજલિ કદાચ અત્યાર સધી કોઈએ આપી નહિ હોય.

વડોદરામાં કાપડિયા પરિવારમાં લગ્ન મહોત્સવ હતો. ત્યારે આજે લગ્ન જેવા સુખદ પ્રસંગે કાપડિયા પરિવારે શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દેશ માટે પોતાનું બલિદાન વહોરનાર શહીદો માટે તેમણે પોતાની જાનમાં પહેલા તો મૌન રાખ્યું હતું. તમામ જાનૈયાઓ એક લાઈનમાં ઉભા રહી રસ્તા પર મૌન રાખતા દેખાયા હતા. તો બીજી તરફ, જાનૈયાઓના હાથમાં શ્રદ્ધાંજલિના બેનર પણ જોવા મળ્યા હતા.

એટલું નહિ, બેન્ડવાજામાં પણ માત્ર દેશ ભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. ભારત માતા કી જય બોલાવીને બેન્ડવાજા શરૂ કરાયા હતા.

(5:07 pm IST)