Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

પાટણ આત્મવિલોપન પ્રકરણઃ જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા માંગણીઃ સીસીટીવી ફુટેજ તપાસો

પાટણઃ ગઈકાલે પાટણમાં રતીલાલ રાજાભાઈ મકવાણાએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યા બાદ તેઓ હાલ અમદાવાદ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આ અંગે સમી તાલુકાના ગુદખા ગામના રતીલાલ રાજાભાઈ મકવાણાએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરીને આત્મવિલોપનની ચીમકી આપી હોવા છતા કોઈ પગલા ન ભરાતા કેરોસીન છાંટીને જીવ દેવા પ્રયાસ કર્યો હતો, આ પ્રકરણમાં સીસીટીવી ફુટેજ અને વિડીયોગ્રાફીની તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલા ભરવા જણાવ્યુ છે

(4:25 pm IST)