Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ગુજરાતના રાજકારણમાં દલિતના ઓન-કેમેરા આત્મવિલોપનથી ભડકો

જમીનના મુદે અન્યાય કરવામાં આવતો હોવાની લાગણી સાથે ગઇકાલે બપોરે પાટણની કલેકટર કચેરીમાં દલિત ફેમીલીને ન્યાય અપાવવા માટે એક દલિત સામાજિક કાર્યકર ભાનુપ્રસાદ વણકરે અગનપછેડી ઓઢી લઇને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં હોબાળો મચી ગયો હતો. જોકે ભાનુપ્રસાદ વણકરને તાત્કાલીક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલી અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જવાબદારો સામે ગુનો નોંધવાની માગણી કરી છે.

(6:09 pm IST)