Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ધાનેરામાં પોલીસને ધક્કો મારી લુંટ-દુષ્કર્મ સહિતના ગુન્હાનો આરોપી ફરાર: દોડધામ

બસમાં ચડતી વખતે આરોપી પળવારમાં પોલીસને ધક્કો મારી ભાગી ગયો

 

ધાનેરાની કોર્ટમાં મુદ્દત માટે આવેલો લુંટ અને દુષ્કર્મનો આરોપી ભાગી  જતા દોડધામ મચી જવા પામી છે કોર્ટમાં મુદ્દત હોવાથી હાજરી આપવા આવેલો આરોપી પોલીસને ધક્કો મારી ભાગી જતા ચકચાર મચી ગઇ છે

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં પોલીસ પકડમાંથી આરોપી ફરાર થઇ જતા ખળભળાટ મચી ગયો છે. ધાનેરા તાલુકાના ધુણસોલ ગામનો અલ્પેશ પંચાલ લુંટ, ચોરી અને દુષ્કર્મના કેસનો આરોપી હાલ પાલનપુર સબજેલમાં કેદ હોવાથી કોર્ટમાં મુદ્દત માટે પોલીસ ધાનેરા લઇ આવી હતી. દરમ્યાન સ્ટેન્ડ પર બસમાં ચડતી વખતે આરોપી પળવારમાં પોલીસને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. રાત્રિ હોઇ અંધારામાં પલાયન થઇ જતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લુંટ, ચોરી અને દુષ્કર્મના આરોપીની આજે કોર્ટમાં મુદ્દત હતી. જોકે પોલીસને ચકમો આપી આરોપી ફરાર થઇ જતા તેને પકડવા દોટ લગાવી હતી. આરોપી પકડમાં આવ્યો હોવાથી પોલીસે તાત્કાલિક અસરથી તેને શોધવા કાર્યવાહી હાથ ધરી છે

(11:23 pm IST)