Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા મુલાકાતીઓએ પણ પાર્કિંગ ફી ચૂકવવી પડશે

સાપ્તાહીક કારોબારી સમિતીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા

અમદાવાદ: હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતા મુલાકાતીઓએ પણ પાર્કિંગ ફી ચૂકવવી પડી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરરોજ સર્જાતી પાર્કિંગની સમસ્યાના હલ લાવવાના હેતુથી ભાજપના શાસકોએ આ વિચારણા શરૂ કરી છે. સાપ્તાહીક કારોબારી સમિતીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

  અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાહનો પાર્ક કરવાની ગંભીર સમસ્યા દરરોજ સર્જાતી રહે છે. કેટલીયવાર તો મેયર અને કમિશ્નરની ગાડીઓને પણ પ્રવેશ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે આ બાબતે તપાસ કરતા ધ્યાને આવ્યુ છેકે કોર્પોરેશન પ્રાંગણમાં કેટલાય લોકો એવા છે કે આસપાસના વિસ્તારમાં કામ અર્થે અથવા તો પાનકોર નાકા તરફ ખરીદી કરવા આવતા લોકો પણ પોતાના વાહનો કલાકો સુધી AMCમાં પાર્ક કરી દે છે.

(11:06 pm IST)