Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

સરકારની યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની

ગણપતસિંહ વસાવા એ સરકારની સિદ્ધિઓ ગણાવી

અમદાવાદ, તા. ૧૬ : આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાસણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કેન્દ્ર -રાજય સરકારે અનેકવિધ વિકાસના કાર્યોની સિદ્વિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યુંણ હતું કે, વનબંધુઓને ૧૩ લાખ એકર કરતાં વધુ જમીન વન અધિકાર હેઠળ આપી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં  સિંચાઇ માટે ત્રણ વર્ષમાં પાંચ હજાર કરોડના કામો કાર્યરત છે. સરદાર વલ્લભભાઇ પટેલની ભુમિ પર આદિવાસી સમાજ માટે વિકાસના દ્વાર ખોલ્યા છે. હળપતિ સમાજના સમુચિત વિકાસ માટે આજે કરોડો રૂપિયાની સહાય અપાય છે

             રાજય સરકારે સમસ્ત જનસમાજના વિકાસ માટે કાર્યો કરે છે. કેન્દ્ર-રાજય સરકારની યોજનાકીય વિગતો આપતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉજ્જલા યોજના હેઠળ આઠ કરોડ ગેસ કનેકશન, પ્રધાનમંત્રી આવાસ યોજના પાંચ લાખ મકાનો, ગરીબોના આરોગ્ય માટે આયુષ્યમાન ભારત જેવી યોજના લોકો માટે આશીર્વાદરૂપ બની છે. છેવાડાના માનવી સુધી સરકાર પહોંચી છે. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૨૬ હજાર કરોડના સાધન-સહાય આપવમાં આવી છે. એક કરોડ થી વધુ લોકોએ સેવાસેતુ કાર્યક્રમના ભાગીદાર બન્યા છે.

(9:15 pm IST)