Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કપડવંજના સંગમ બ્રિજ નજીક કાર નદીમાં ખાબકતા એકનું કરૂણ મૃત્યુ: 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

કપડવંજ: શહેરના સંગમ બ્રીજ પરથી ગઈકાલે કાર નદીમાં ખાબકતાં એકનું મોત થયું છે જ્યારે ચારને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે કપડવંજ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના મહંમદપુરા ગામે મુખીવાળા ફળીયામાં રહેતા સશિકાંત રમણભાઇ સોઢા તેમના મિત્રો સાથે ઉત્તરાયણના દિવસે કપડવંજ ગયા હતા. જ્યાંથી તેઓ પોતાની કાર નં.જીજે.૧૬, બીએન-૮૪૮૮માં બેસી પરત ફરી રહ્યા હતા. તેમની કાર કપડવંજ સંગમ બ્રિજ પરથી પસાર થઇ રહી હતી દરમ્યાન એક કૂતરુ તેમની કારની વચ્ચે આવી જતાં સશિકાંતભાઇએ અચાનક બ્રેક મારી હતી, જેના કારણે તેઓએ કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર સીધી સંગમ બ્રિજ પરથી મહોર નદીમાં ખાબકી હતી.

બ્રિજ પરથી કાર નદીમાં ખાબકતા કારમાં બેઠેલ પાંચેય ઇસમોને ઇજાઓ પહોચી હતી. જેમાં કલ્પેશભાઇ ભઇજીભાઇ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેઓનું ઘટનાસ્થળ પર મૃત્યુ થઇ ગયું હતું. જ્યારે ચાલક સશિકાંતભાઇ સોઢા, દિલીપભાઇ મફાભાઇ સોલંકી, મહેશભાઇ શંકરભાઇ રાઠોડ અને ચંદુભાઇ ઉદાભાઇ સોલંકીનાઓને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઉજાઓ પહોચતા તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(5:35 pm IST)