Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

રેલવેનું ખાનગીકરણ :સુરતમાં તેજસ એક્સપ્રેસનો મજદૂર સંઘ અને સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરાશે

રેલવેના ખાનગીકરણનો લઇને પ્રથમ દિવસે જ વિરોધ પ્રદર્શન કરાશે

સુરત : અમદાવાદથી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં પ્રથમ દિવસે જ તેજસ ટ્રેનનો રેલવે મજદૂર સંઘ અને રેલ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવશે. ટ્રેન સુરત સ્ટેશન પર આવતાં વિરોધ કરશે

રેલવેને ખાનગીકરણ તરફ લઇ જવાને લઇને સુરત સ્ટેશન પર ટ્રેન આવતા રેલવે મજદૂર સંઘ અને રેલ સંઘર્ષ સમિતિ વિરોધ કરાશે. દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસને અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડાવવામાં આવશે.

તેજસ ટ્રેનનું સંચાલન રેલવેનાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવશે. જે ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડાવવામાં આવશે. દેશની પ્રથમ ખાનગી તેજસ ટ્રેન અમદાવા-મુંબઇ વચ્ચે દોડશે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી તેજસ ટ્રેનને લઇને તમામ લોકો આતૂરતાથી રાહ જોઇ રહ્યાં છે. જેનુ ભાડુ પણ નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2384 રૂપિયા હશે. જેમાં બેસ ફેર 1875 રૂપિયા, GST 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 415 રૂપિયા હશે. જ્યારે AC ચેર કારનું ભાડું 1289 રૂપિયા હશે. જેમાં બેસ ફેર 870 રૂપિયા, GST 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા સામેલ છે.

તેજસ ટ્રેન અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી દોડશે. જેમાં સવારે 6.40 વાગે અમદાવાદથી ટ્રેન ઉપડશે અને બપોરે 1.10 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ટ્રેન ઉપડશે અને રાત્રે 9.55 વાગે અમદાવાદ પહોંચશે.

(11:42 am IST)