Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઇબી-૫ વિઝા : જુલાઈ સુધી એપ્લાય કરવા માટેની જરૂર

ઇબી-૫ વિઝા પર સાત ટકા ગુજરાતી જાય છે : જૂલાઇ પછી ભારતીયો ઇબી-૫ વિઝાની પ્રક્રિયા કરશે તો તેમાં પાંચથી સાડા પાંચ વર્ષનો સમય લાગે તેવી સંભાવના

અમદાવાદ,તા.૧૫ : અમેરિકન સરકારની નીતિમાં સંભવિત ફેરફાર અને ઇમીગ્રન્ટ પ્રોસેસીંગમાં વિલંબ શરૂ થાય તે પહેલાં ભારતીય રોકાણકારોએ ઇબી-૫ વિઝા  જૂલાઇ સુધીમાં એપ્લાય કરી દેવું જોઇએ. જો જૂલાઇ સુધીમાં એપ્લાય નહી કરાય તો પછી ઘણો ઇબી-પ વિઝા મેળવવામાં ઘણો લાંબો વિલંબ રોકાણકારોને સહન કરવો પડે તેમ છે. એક સંભાવના મુજબ, જો જૂલાઇ પછી ભારતીયો ઇબી-૫ વિઝાની પ્રક્રિયા હાથ ધરશે તો, તેમાં પાંચથી સાડા પાંચ વર્ષ જેટલો સમય લાગી જવાની દહેશત સેવાઇ રહી છે. આ સંજોગોમાં  ઇમીગ્રન્ટ પ્રોસેસિંગમાં વિલંબ શરૂ થાય તે પહેલાં ફાસ્ટ-ટ્રેક ગ્રીન કાર્ડ ઝડપવાની તક ઝડપી લેવી જોઇએ એમ અત્રે ઇબી-૫ વિઝા નિષ્ણાત અને ઇબી-૫ એડવાઇઝર્સના માર્કેટીંગ ડાયરેકટર ગગન ભંડારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકામાં જવા માટે વાર્ષિક દસ હજાર ઈબી-૫ વિઝા ઇમીગ્રન્ટ વિઝા ઉપલબ્ધ હોય છે, જેમાં ભારતીય નાગરિકો માટે વાર્ષક ૭૦૦નો કવોટા હોય છે. તેમાં પણ ગુજરાતમાંથી ઇબી-૫ મારફતે યુએસ જનારા લોકો સાત ટકા હોય છે, જે નોંધનીય કહી શકાય. ગુજરાત એ વિદેશ જવા ઇચ્છતા લોકો માટેનું પ્રોત્સાહક અને સારુ માર્કેટ ધરાવું રાજય છે. આગામી યુએસસીઆઇએસ વિઝા પ્રોસેસિંગ બેકલોગ સંબંધિત તાજેતરમાં થયેલી જાહેરાતને પગલે ભારતીય રોકાણકારો માટે યુએસ ઇબી-૫ વિઝા એપ્લીકેશન ઝડપથી સબમીટ કરવાની જરૂરિયાત સર્જાઇ છે. યુએસ વિઝા પ્રોસેસિંગમાં વિલંબની અસરને ટાળવા ઇચ્છતા રેડી-ટુ-ઇનવેસ્ટ ભારતીય નાગરિકો પાસે ટ્રેડપોઇન્ટ એટલાન્ટિક પ્રોજેક્ટ માટે ૧૦૦થી વધુ ઇનવેસ્ટમેન્ટ સ્લોટની તાત્કાલિક એક્સેસ છે. ઇબી-૫ વિઝા નિષ્ણાત અને ઇબી-૫ એડવાઇઝર્સના માર્કેટીંગ ડાયરેકટર ગગન ભંડારે વધુમાં ઉમેર્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ માટે ઇબી ૫ બિઝા સૌથી સરળ માર્ગ છે કારણકે તેમાં અરજદાર માટે લઘુત્તમ લાયકાત અથવા અન્ય પ્રકારની પૂર્વશરતોની જરૂર રહેતી નથી અને વિઝા યુએસસીઆઇએસ પ્રી-એપ્રુવ્ડ પ્રોજેક્ટમાં રોકાણના આધારે વિઝા પ્રાપ્ત કરવામાં આવે છે. વિઝાના અરજદારે નાણા કાનૂની રીતે ઉભા કર્યાં હોવાનું દર્શાવવાનું રહે છે, જેમાં લોન અથવા પ્રોપર્ટી મોર્ગેજનો પણ સમાવેશ થાય છે. યુએસએ સરકાર દ્વારા વર્ષ ૧૯૯૦માં તૈયાર કરાયેલા ઇબી-૫ વિઝા ઇમિગ્રન્ટ ઇનવેસ્ટર પ્રોગ્રામનો ઉદ્દેશ્ય રોજગાર સર્જન અને વિદેશી રોકાણકારો દ્વારા મૂડીરોકાણને પ્રોત્સાહન આપીને અર્થતંત્રને મદદરૂપ બનવાનો હતો, જે અંતર્ગત રોકાણ દ્વારા યુએસના નાગરિકો માટે રોજગાર સર્જન શક્ય બને. ઉલ્લેખનીય છે કે ઇબી-૫ એડવાઇઝર્સ દુબઇ સ્થિત ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન એજન્ટ છે, જે બેંગ્લોરમાં પ્રાદેશિક કાર્યાલય ધરાવે છે અને તે ફાસ્ટ-ટ્રેક યુએસ વિઝા મેળવવા ઇચ્છતા રોકાણકારોને મદદરૂપ બને છે. ઇબી-૫ એડવાઇઝર્સ અમેરિકન રિયલ એસ્ટેટ ક્ષેત્રે નિપૂંણતા સાથે સ્થાનિક ઇમિગ્રેશન એજન્ટ્સનો સહયોગ ધરાવે છે કે જેમની ઉપર વિશ્વાસ કરી શકાય. ઇબી-૫ના ક્લાયન્ટ્સ વિશ્વના દરેક ખૂણે છે, જેમનો ઉદ્દેશ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ તકો હાંસલ કરવાનો છે. ઇબી-૫ એડવાઇઝર્સ દ્વારા પૂરી પડાતી સેવાઓમાં લો-રિસ્ક પ્રોજેક્ટમાં રોકાણ, કાનૂની માર્ગદર્શન વગેરે સહિતની મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે. હાલમાં ઇબી ૫ એડવાઇઝર્સ સૌથી ઓછી કન્સલ્ટેશન ફી ઓફર કરનારા પૈકીના એક છે.

(8:12 pm IST)