Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

વાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ લાંચના છટકામાં સપડાયા:વચેટીયો રંગે હાથ ઝડપાયો

વાવ: વાવ પોલીસ સ્ટેશનના એ એસ આઈ લાંચના છટકામાં સપડાયા છે વચેટીયો રંગેહાથ ઝડપાયો છે બનાવની વિગત મુજબ ફરિયાદીના ભાભીએ ફરિયાદી વિરૂધ્ધ આઈ.પી.સી ૪૯૮૮ મુજબ ગુનો દાખલ કરવા વાવ પોલીસ મથક ખાતે ફરિયાદની અરજી આપેલ. જે અરજીની તપાસ કરતાં ફરિયાદી વિરૂધ્ધ ગુનો દાખલ નહી. કરવા માટે એ.એસ.આઈ છોટુભાઈ ગાજીભાઈ મુસલા (એ.એસ.આઈ વર્ગ-૩ ) એ રૂ. ૧ર૦૦૦ ની લાંચની માંગણી કરેલ હોઈ એક હજાર લઈ લીધેલા બાદમાં ૧૧૦૦૦ની માંગણી કરેલ. જે ફરિયાદીએ લાંચ આપવાની ન હોઈ એસીબીમાં ફરિયાદ કરેલ. જે સંદર્ભે એસીબી અધિકારી કે.જે.પટેલ (બ.કાં.) એ તેમના સ્ટાફ સાથે વાવ હાઈવે રોડ નકળંગ પાર્લર વાવડી ત્રણ રસ્તા પર ટ્રેપ ગોઠવી જેમાં ફરિયાદી વતી લાંચ લેતા આરોપી નં.ર રાજપુત માદેવભાઈ પથુભાઈ (રહે. વાવ) પકડાઈ જતાં બંને વિરૂધ્ધ એસીબીએ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(7:06 pm IST)