Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

વિરમગામ ખાતે દલિત અધિકાર મંચનો સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ યોજાયો

સમાજમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન પત્ર અને ડો બાબા સાહેબ આંબેડકરની પુસ્તક ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ રેસ્ટ હાઉસ ખાતે દલિત અધિકાર મંચ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકાનો સ્નેહ મિલન અને સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં દલિત યુવાનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી. જય ભીમના નારા બોલાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક અગ્રણી અને દલિત અધિકાર મંચના મુખ્ય સંયોજક કિરીટ રાઠોડ,  પી.કે.કલાપી (પ્રમુખ) હરિલાલ રત્નોતર -  સહ સંયોજક, નવઘનભાઈ પરમાર. જિલ્લા પ્રમુખ, તેમજ પ્રદેશ અગ્રણીઓ પ્રવીણ રાવત, ગોપાલ જાદવ, રમેશ પરમાર, કાંતિલાલ પરમાર, કનુભાઈ સુમેસરા, ગીરીશભાઈ જાદવ, કાશીરામ (ચેનલવાળા), એ.ડી.વાઘેલા, મણિલાલ પરમાર,  આલજીભાઈ રાઠોડ સહિત  વિરમગામ, માંડલ, દેત્રોજના ગ્રામ સ્તરના તમામ હોદ્દેદારો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રહી પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમજ આગેવાનોને સમાજમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન પત્ર અને ડો બાબા સાહેબ આંબેડકરની પુસ્તક ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા.

(8:03 pm IST)