Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

બાવળા ખાતે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

આપણે લોકોના મન સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટી ને અજેય બનાવીએ : પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  સંઘર્ષ સત્તા સેવા યજ્ઞ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત એવા ભાજપ કાર્યકર્તાઓ સાથેના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ રવિવારે બાવળા ખાતે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયો હતો. આ  કાર્યક્રમમાં મુખ્ય મેહમાન પદેથી બોલતા પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાએ ઉપસ્થિતિ તમામ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે વિશ્વના સર્વાધિક લોકપ્રિય એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સાત વર્ષના સાશન કાળ દરમિયાન જળ થી વાયુ , પૃથ્વી થી આકાશ , છેવાડા ના માણસ થી સુખી લોકો સુધી તમામ ક્ષેત્રે કામ થયું છે યોજનાઓ થઈ છે જેને જન જન સુધી પહોંચાડવાનું કામ આપણું કાર્યકર્તાઓ નું છે. તેમણે તેમની પાટણ રાણી કી વાવ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત યાદ કરતા કહ્યું કે આખા ભારત વર્ષમાં આવી ભવ્યતા દિવ્યતા હતી જ્યારે વિશ્વ માટે ભારતવર્ષ સોને કી ચીડિયા કહેવાતું પરંતુ આપણે લૂંટાતા રહ્યા, આપણામાં ભાગલા પડાવી આપણને ગુલામીમાં રાખ્યા પરંતુ ભારત વર્ષનો એ ભવ્યાતિભવ્ય વારસો ભવ્યતા -દિવ્યતા ને આપણે ફરી પામવા છેલ્લા સાત વર્ષથી નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પાર્ટી ની સરકારો કાર્યશીલ છે. જેના પાયામાં આપ કાર્યકર્તા બલ છે. તેમણે કાર્યકર્તાઓ ને કહ્યું કે આપણે લોકોના મન સુધી પહોંચી ભારતીય જનતા પાર્ટી ને અજેય બનાવીએ.

 આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી, પૃથ્વીરાજભાઈ પટેલ, ધારાસભ્યો બાબુભાઈ પટેલ,કનુભાઈ પટેલ, પૂર્વ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા, વજુભાઈ ડોડિયા, ડો.તેજશ્રીબેન પટેલ, પૂર્વ ચેરમેન કુશળસિંહ, પૂર્વ પ્રમુખ આર સી પટેલ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હર્ષદગિરિ ગોસાઈ, જિલ્લાના મહામંત્રી -મંત્રી તેમજ સમ્રગ જિલ્લાના આગેવાન નેતાઓ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શૈલેષ દાવડાએ સમારોહ સંચાલન કર્યુ હતું.  સુરેશભાઈ પટેલ, મયુરભાઈ ડાભીએ વ્યવસ્થા સંભાળી હતી. તો યુવા મોરચાના રણધીરસિંહ અને ટીમે સ્ટેજ વ્યવસ્થા સુપેરે સંભાળી હતી. પ્રદેશ મીડિયા વિભાગના કિશનસિંહ સોલંકીએ પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની વ્યવસ્થા સંભાળી હતી. નવદીપસિંહ ડોડિયાએ સમાપન કરાવ્યું હતું

(6:40 pm IST)