Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગેનીબેને પરિવારની પરંપરા જાળવી : ઘુંઘટમાં જ ભાષણ આપ્યું

પાલનપુર : વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે દિયોદર તાલુકાના કોતરવાડા ગામે લાયબ્રેરીનો શુભ પ્રારંભ થયો. કોતરવાડા ગામે ગેનીબેનનું સાસરૂ છે.પોતાની સાસરીનું ગામ હોવાથી ત્યાંની પરંપરા મુજબ ગેનીબેને સ્હેજ પણ સંકોચ વિના પરંપરાને માન આપી ઘુંઘટમાં જ ભાષણ આપ્યુ હતું. આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. પ્રસિદ્ધ થયેલા હેવાલો મુજબ ૨૦૧૮માં પણ ગેનીબહેને કોતરવાડા ખાતે ઘુંઘટમાં જ ભાષણ આપ્યુ હતું

(12:12 pm IST)