Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અદભૂત ચાપાનેર રિસોર્ટનો હેરિટેજ ધરોહરમા સમાવેશ : આઉટ લૂક ગ્રુપ સર્વે આધારે પસંદગી

પાવાગઢ નજીક આવેલ કુદરતના અદભૂત નજારાસમાં આ રિસોર્ટ માટે અમિતાભ બચ્ચન માટે પણ બુકિંગ રાજ્ય સરકાર દ્વારા થયેલ : મૂળ ગોંડલ પંથકના કેશવાળા ગામના રિસોર્ટના સ્વપ્નદ્રષ્ટા ભરતસિંહ સરવૈયા પરિવારના મોબાઈલ અવિરત શુભેચ્છાઓથી સતત રણકી રહ્યા છેઃ સંબંધીઓની ખુશી આસમાને

 રાજકોટ તા.૧૩, રાજકોટ એસીબીમાં યશ્શ્વી સહિત નડિયાદ સુરત અને નવસારી સહિત સહિત જેમની ફરજ નિષ્ઠા લોકો આજે પણ યાદ કરે છે તેવા સામાન્ય જનતાના હમદર્દ અને ગુનેગારો જેમના નામથી ફફડતા તેવા નિવૃત્ત એસીપી ભરતસિંહ સરવૈયા કે જેઓને રાજ્ય સરકાર દ્વારા એક સમયે નર્મદા સિક્યોરિટી સલાહકાર બોર્ડમાં પસંદગી કરી હતી તેમને લોકો જૂની કારર્કિદી સાથે એક રચનાત્મક માઇન્ડ ધરવતા અફસર તરીકે ઓળખી રહ્યા છે તેનું રહસ્ય અહી છુપાયેલ છે.

 ગુજરાતના ગૌરવ સમા વડોદરા પંથકના પાવા ગઢ નજીક ભમરિયા સ્ટેટના રાજ મહેલમાં બનેલ અતિ પ્રાકૃતિક ચાપાનેર હેરિટેજ રિસોર્ટ ગુજરતના હેરિટેજ પ્રોપર્ટીમાં સ્થાન પામતા કુદરતના અદભૂત નજારા સમાં આ રિસોર્ટના સ્વપ્ન દૃષ્ટા ભરતસિંહ સરવૈયા પરિવાર પર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી શિયાળામાં અમી વર્ષા થઇ રહી છે. અત્રે યાદ રહે કે પોતાની ખાનદાની અને સંબંધોની રખાવટ માટે જાણીતા નિવૃત્ત મદદનીશ પોલીસ કમિશનર ભરતસિંહ મૂળ ગોંડલ પંથકના કેશવાલા ગામના વતની છે. અને પોલીસ સર્વિસના કલાકો બાદ તેઓ સાહિત્યકાર તથા કલાજગત સાથે સમય પસાર કરવામાં અને વાંચનમાં અભિવૃતી દર્શાવતા તેમનું માઇન્ડ પણ ખૂબ ક્રિએટિવ હોવાથી અને બન્ને સંતાનો પણ આજ પ્રકારના નેચરવલા હોવાથી રેડોરીમાં પ્રવેશતા કુદરતના સાનિધ્યમાં ડગ માંડ્યાં જેઓ અહેસાસ થયા વગર રહે નહીં. 

 આઉટલૂક ગ્રુપ દ્વારા તેમના રેડ બિલ્ડિંગ સહિત આખા રિસોર્ટ ના સર્વે બાદ અપાયેલ લીલી ઝંડી પગલે હેરિટેજ બિલ્ડિંગ શ્રેણી માટે દ્વારા ખુલેલ. 

  આંબાના થીકબંધ ઝાડ, કુદરતી રીતે વહેતા ઝરણાં, ખડ ખડ વહેતી નદી , તળાવમાં બોટિંગ, સિહાસન પ્રવેશ દ્વાર પર રાજ મહેલ જેવા ગઢના દ્વાર અને તેના પર રહેલ તોપ પ્રકારના ૪ સ્ટાર શ્રેણીના આ રિસોર્ટના વખાણ બોલિવૂડ સુધી પહોંચતા ગુજરાત સરકારના ડોક્યુમેન્ટરી ફિલ્મો માટે જે તે સમયે આવતા સદીના મહાનાયક માટે પણ ગુજરાત સરકારે આ રિસોર્ટ પર પસંદગી ઉતરેલ. ગુજરાત અને વિવિધ પ્રદેશના ઉદ્યોગપતિઓ, ઉચ્ચ અધિકારીઓ આ રિસોર્ટના મહેમાન બની ચૂકયા છે, અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં કહીએ તો આ 'ચાપાનેર હેરિટેજ નહિ દેખા તો કુચ્છ નહિ દેખા.' (૪૦.૩)

ભરતસિંહ સરવૈયા

 રિસોર્ટના સ્વપ્ન દૃષ્ટા

(10:36 am IST)