Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઓલપાડ તાલુકાના ગોથાણમાં નવ પરિણીતા પર સાસરિયાંઓ ત્રાસ: પ્રથમ દિવસે શારીરિક માનસિક ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

ઓલપાડ: તાલુકાનાં ગોથાણ ગામે પરણેલી તરસાડીની પરિણીતાએ પતિ, સાસુ અને નણંદ સતત શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. લગ્નની પહેલી રાતે પતિએ તું મને પસંદ નથી, મેં મારી માંનાં રહેવાથી તારી સાથે લગ્ન કરેલા છે. તારે મારી પાસે બહુ આશા રાખવી નહીં, તને ચોખવટ કરૂ છું તેમ કહી શરીર સંબંધ બાંધી ક્રૂરતા પૂર્વક શરીરે નખ મારી બચકા ભરેલા હતા.

તરસાડી ખાતે શાલીન એપાર્ટમેન્ટમાં રહેતી ક્રિષ્નાકુમારી ઉર્ફે રચના કુમારીનાં તા.૨૬-૪-૨૦૧૮નાં રોજ કોસંબા ખાતે સમાજનાં રીત રિવાજ મુજબ સુનીલ નવીન કંથારીયા (રહે.ગોથાણ, તા.ઓલપાડ, જિ.સુરત) સાથે લગ્ન થયા હતા. લગ્નની પહેલી રાતે સુનીલે પત્ની ક્રિષ્નાકુમારીને તું મને પસંદ નથી. મેં મારી માંનાં કહેવાથી તારી સાથે લગ્ન કરેલા છે. તારે મારી પાસે બહુ આશા રાખવી નહીં તેમ કહી શરીર સંબંધ બાંધી ક્રૂરતાપૂર્વક  શરીરે નખ મારી બચકા ભરી ઈજા કરી હતી. 

 

(5:34 pm IST)