Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મોદી સરકાર અમદાવાદ સહીત 15 શહેરોને આપશે મેટ્રો ટ્રેનની ભેટ ;લોકસભા ચૂંટણી પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા તડામાર તૈયારી

અમદાવાદ ;મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા શહેરીજનોને રીઝવવા અમદાવાદ સહિતના દેશના 15 શહેરોને મેટ્રો ટ્રેનની ભેટ આપી શકે છે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં જ્યાં પહેલાથી મેટ્રો દોડી રહી છે  ત્યારે બીજા 15 શહેરોમાં મેટ્રો ચલાવવાની તૈયારી થઈ રહી છે

   . આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યુ કે  15 શહેરોમાં 664 કિમી લાંબા મેટ્રો રેલ પ્રોજેક્ટ પર અલગ અલગ તબક્કામાં કામ ચાલી રહ્યુ છે. તેમજ 515 કિમીથી વધુ લાંબા રૂટ પર પહેલાથી મેટ્રો ચાલી રહી છે. અત્યારે ઈન્દોર, ભોપાલ, કાનપુર, આગ્રા, મેરઠ, પુણે, નાગપુર, અમદાવાદ, વિજવાડા, કોઝીકોડ, કોયમ્બતુર, ગોવાહાટી, વારાણસી અને વિશાખાપટનમ જેવા શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યુ છે

  આ પ્રોજેક્ટની સ્થિતિ પર વાત કરતા તેમણે જણાવ્યુ કે ઘણા નવા શહેરોમાં મેટ્રો રેલ સિસ્ટમની જરૂરીયાતનો અનુભવ થઈ રહ્યો છે. મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં મોટાભાગના વિકાસના પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવા માગે છે.

    રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી મેટ્રો રેલ પોલિસી 2017 અંતર્ગત ડિટેલ પ્રોજેક્ટ રીપોર્ટ માંગવામાં આવ્યોછે. દિલ્હી-મેરઠ, દિલ્હી પાનીપત, દિલ્હી-અલવર વચ્ચે રીજનલ રેપીડ ટ્રાંજિટ સિસ્ટમ માટે 373 કિમીના પ્રોજેક્ટ પર યોજના બનવવામં આવી રહી છે. મંત્રાલય દ્વારા વિભિન્ન મેટ્રો પ્રોજેક્ટ માટે 2015-16માં 9,286.09 કરોડ રૂપિયા, 2016-17માં 15,298.61 કરોડ રૂપિયા, 2017-18માં 13,956.23 કરોડ રૂપિયા અને 2018-19માં 7,481.28 કરોડ રૂપિયાનુ ફંડ જાહેર કરવામાં આવ્યુ છે.

  નિયમ અનુસાર કેન્દ્ર સરકારે રજ્યોને મેટ્રો પ્રોજેક્ટ માટે કુલ ખર્ચના 10 ટકા ગ્રાન્ટ કે રાજય સરકારોની સાથે 50:50 ઈક્વિટી શેર કરે છે. તેમજ પીપીપી મોડલ અંતર્ગત બનનાર પબ્લિક ટ્રાન્સ્પોર્ટ માટે 20 ટકા સુધીની કેપીટલ કોસ્ટનો વહન  કરે છે.

(10:53 pm IST)