Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

નર્મદા જીલ્લા સહિતના અનેક જિલ્લાઓમાં સેવાકાર્ય કરતા મહેન્દ્રભાઈ કડિયા ૬૭ વર્ષની ઉંમરે પણ અડગ નિર્ધાર સાથે સેવાકાર્યો કરે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  “માનવતા જાગૃતિ સમાજ “વડોદરામાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે મહત્વની સેવાઓ આપતા મહેન્દ્રભાઈ કડિયા જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો, વિવિધ મંદિરો,શાળાઓના ગરીબ બાળકો,રસ્તા કે ફૂટપાથ પર રખડતા લોકોને અનાજ દૂધ કપડાં અને આજીવિકાની ચીજો અસંખ્ય લોકોને પૂરી પાડેલ છે.ખાસ કરીને નર્મદા જિલ્લાના સાગબારા,વડોદરા જિલ્લાના ડભોઇ નસવાડી કવાટ છોટાઉદેપુર દાહોદ બારીયા બાલાસિનોર લુણા વાડા વિરપુર રાજપીપળા સાવલી ઘોઘંબા દેવ ગઢબારિયા જેવા અનેક વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો  બાળકોને સેનેટરી નેપકીન,અનાજ નોટબુક,પેન્સિલ,રબર તેમજ નર્મદાના અંતરિયાળ ગામોના કુપોષિત બાળકો માટે પ્રોટીન પાઉડર વિધવા બહેનો માટે કપડા,સીવવાના મશીનો, બ્લેન્કેટ,સ્વેટર યુનિફોર્મ જેવી અત્યંત જરૂરી ચીજવસ્તુઓ રૂબરૂ મુલાકાત લઈને હાથોહાથ વિતરણ કરી છે સાથે સાથે તેઓ ચારથી પાંચ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના સતત સંપર્ક માં રહીને ગામડે ગામડે ફરીને  જરૂરિયાત મંદ લોકો માટે આયુર્વેદિક દવાઓના કેમ્પ,મેડીકલ કેમ્પ અને વિવિધ રોગો માટેની ચિકિત્સક પદ્ધતિ ઓના કેમ્પ પણ કરી ચૂક્યા છે.

  1975  થી 2020 સુધી ઘણી કપરી પરિસ્થિતિનો સામનો પણ કર્યો પણ હમેંશા સમાજ સેવા અને લોક સેવા સતત ચાલુજ રાખી હતી જેમાં કહેવાય છે કે “અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી” એમ છેલ્લા વર્ષમાં તેઓએ અત્યંત દયનીય પરિસ્થિતિમાંથી આવતી ત્રણ દીકરી ઓની જેની કલ્પના પણ ન થઈ શકે એવી સારવાર કોરોના વાયરસની મહામારીના લોકડાઉનના સમયમાં મહેન્દ્ર ભાઈકડિયાએ કામ કર્યું છે. જેમાં નુપૂર નામની દીકરીને બ્લડ કેન્સર થઈ ગયેલ અને તેને ભયાનક કેન્સરમાંથી રૂ. પાંચ લાખ જેટલી માતબર રકમના ખર્ચની વ્યવસ્થા કરી આ દીકરીને કેન્સર મુક્ત બનાવવાનું પ્રેરણાદાયી અને ઉત્તમ કાર્ય કર્યું છે. 

 

 બીજી દીકરી કે જેને બન્ને કાનોમાં બિલકુલ સાંભળવાની ખૂબ મોટી તકલીફ હતી,પરંતુ તેઓએ આ દીકરીને કાનના ડૉક્ટર પાસે લઈ જઈ સાર વાર ઉપલબ્ધ કરાવી. સાંભળવાનું મશીન તથા તેની જરૂરી ટ્રીટમેન્ટ દ્વારા સામાન્ય માણસની જેમ સાંભળતી કરી છે.
   જ્યારે ત્રીજી દીકરીની કે જે મુશ્લિમ સમાજમાથી હોવા છતાં ન્યાત જાતના ભેદભાવ વિના મુસ્લિમ પરિવારમાંથી આવતી 18 વર્ષની દીકરીની બંને આંખો ખરાબ થઇ ગઇ હતી તેને આંખનું ઓપરેશન કરાવી આંખો બચાવી ફરીથી આ દુનિયામાં રોશની અર્પણ કરવાનું ખૂબ મહાન કાર્ય કર્યું છે.
  પુર રાહત વખતે વડોદરાના લોકોને ખાદ્યસામગ્રી અને ઓઢવા પહેરવાની વસ્તુઓ હોય હંમેશના માટે તેઓ પોતાનું હકારાત્મક વલણ દાખવીને ખડેપગે રહીને આગળ આવી ગયા છે. મહેન્દ્રભાઈ કડિયા છેલ્લા ૨૦ વર્ષથી સેવાભાવી પ્રવૃત્તિઓ કરતા કરતા તેઓને સોશિયલ એન્ડ એન્વાયર્મેન્ટ એવોર્ડ તથા સ્ટાર રેકોર્ડ બુક ઓફ વર્લ્ડમાં પણ આ કાર્યની નોંધ લેવામાં આવેલ છે.આ ઉપરાંત  જ્યાં જ્યાં સેવા માટે હાજર રહ્યા છે ત્યાં ત્યાં તેમને અવિરત પ્રમાણમાં અસંખ્ય સન્નમાનો મળ્યા છે. સામાન્ય પરિવારના બાળકોને જન્મતિથિ હોય,લગ્ન તિથિ હોય,ધાર્મિક ઉત્સવો કે રાષ્ટ્રીય ઉત્સવોમાં હાજર રહીને આવા બાળકોને જરૂરી ભેટ-સોગાદો તથા ખાવાની વસ્તુઓ પૂરી પાડેલ છે.રાષ્ટ્ર બચાવોના કાર્યક્રમો જેવા કે વ્યસન મુક્તિ અભિયાન હોય, વૃક્ષા રોપણ હોય,બેટી બચાવો, ઉર્જા બચાવો, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ સરકારી કાર્યોમાં પણ પોતે ઊંડાણના વિસ્તારોkમાં પણ ખૂબ મહાન અને મહત્વના કાર્યો કરવામાં પ્રેરણાપંથી અને માર્ગદર્શક બન્યા છે

  .હાલમાં ૬૭ વર્ષ કરતાં પણ વધારે ઉમર ધરાવતા હોવા છતાં યુવાનને શરમાવે તેવી વિચારધારાઓ સાથે સેવા કરવાના અડગ નિર્ધાર સાથે તેઓ લોકસેવા કાર્યો કરી રહ્યા.ત્યારે આવા સેવાભાવી વ્યક્તિ નું અનેક જગ્યા થી સન્માન થાય તો તેમના સેવકાર્યો ને વધુ ઉર્જા મળશે તેમ કહેવું કદાચ અતિશયોક્તિ નથી.

(10:39 pm IST)