Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

વલસાડ રૂરલ પોલીસે નવસારીના દારૂના કેસના વોન્ટેડ આરોપીને પારનેરા પાસેથી પકડી પાડ્યો

વલસાડ ડીવાયએસપી એમ.એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ રૂરલ પીએસઆઇ એન. ટી. પુરાણી, સ્ટાફના એએસઆઇ હરપાલસિંહ પોપટસિંહ, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, મયુરસિંહ કનકસિંહ, જીજ્ઞેશ પરેશભાઇની ટીમને સફળતા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ રૂરલ પોલીસે નાસતા ફરતા આરોપીને પકડવાની હાથ ધરેલી કવાયતમાં નવસારી પોલીસના દારૂના કેસના એક વોન્ટેડ આરોપીને પારનેરા પાસેથી પકડી પાડ્યો હતો.
વલસાડ ડીવાયએસપી એમ.એન. ચાવડાના માર્ગદર્શન હેઠળ રૂરલ પીએસઆઇ એન. ટી. પુરાણી, સ્ટાફના એએસઆઇ હરપાલસિંહ પોપટસિંહ, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, મયુરસિંહ કનકસિંહ, જીજ્ઞેશ પરેશભાઇ વગેરે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના પગલે નવસારી પોલીસના ચોપડે વોન્ટેડ એવા અસ્લમ યુનુસ શેખ (ઉ.વ.24 રહે, મુકુંદ ગેલેક્ષી સિનેમા પાછળ, વલસાડ)ને પારનેરા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેને નવસારી પોલીસને સોંપ્યો હતો.

(6:41 pm IST)