Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્લાસ્ટિક વ્યવસ્થાપન માટે તાલીમ યોજાઈ

પાટણ જિલ્લાના છ તાલુકામાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાબતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો

પાટણ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાટણ વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે બીજી ઓક્ટોબરના પાટણ જિલ્લાના દરેક તાલુકાઓમાં અને જિલ્લા કક્ષાએ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ઘન કચરાના વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા જેમાં પ્લાસ્ટિક મુક્ત ગામ તાલુકા અને જિલ્લા ને ધ્યાનમાં રાખી સીંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ને નિયંત્રિત કરવા માટે તેમજ લોકોને પ્લાસ્ટિક કચરા થી થતા નુકસાન બાબતે જાગૃત કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ સ્વચ્છ ભારત મિશન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાટણ જિલ્લાના પાટણ સિધ્ધપુર સરસ્વતી ચાણસ્મા હારિજ અને શંખેશ્વર તાલુકાના પસંદીદા ગામો ના બનેલા કલ્સટરની ગ્રામ પંચાયતોમાં કાર્યરત સફાઈ કામદારો સરપંચ, તલાટી કમ મંત્રીઓ સાથે પ્લાસ્ટિક કચરાનું એકત્રીકરણ અને વ્યવસ્થાપન બાબતે માહિતી અને માર્ગદર્શન આપેલ તેમજ પ્લાસ્ટિક કચરા ને વિવિધ વિભાગોમાં અલગ કરી તેમને ગ્રામ્ય સ્તરે જ સ્થાનિક સાધનો દ્વારા બેલીંગ કરી ટ્રાન્સપોર્ટેશન માટે સરળ બનાવવા તેમજ પ્લાસ્ટિક કચરા ને આવકનું સાધન બનાવવા માટે નેપ્રા ફાઉન્ડેશન માંથી આવેલ ભુપેનભાઈ દ્વારા તાલિમ આપેલ હતી

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખ ,તેમજ પાટણ અને સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પ્લાસ્ટિક વ્યવસ્થાપન બાબતે માહિતી અને માર્ગદર્શન આપેલ  હતું

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપીને તૈયાર કરેલ રાધનપુર તાલુકાના  નાયતવાડા અને અબીયાણા ગામના સફાઈ કામદાર જગદીશભાઈ અને પ્રવીણભાઈ દ્વારા તાલીમમાં હાજર તમામ લોકો ને સેગ્રીગેસન પ્લાસ્ટીક ના પ્રકાર ઉપયોગ અને બેલિંગ કરવાની સરળ અને સ્થાનિક કક્ષા એ ઉપલબ્ધ વસ્તુઓ દ્વારા સરળતાથી પ્રેક્ટીકલી ડેમો કરી તાલીમ આપેલ  હતી

આ તાલીમ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશન ના ભાસ્કર ઘોસ સાહેબ પ્રવીણ ગુપ્તા સાહેબ વર્ષાબેન મહેતા તેમજ વ્રજલાલભાઈ રાજગોર હાજર રહેલ હતા

પાટણ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સ્વચ્છ ભારત મિશન શાખા ના કૌશિકભાઇ પ્રજાપતિ અને પાટણ સરસ્વતી સિધ્ધપુર ચાણસ્મા હારીજ અને શંખેશ્વર તાલુકા સ્વચ્છ ભારત મિશનની ટીમ સાથે દરેક તાલુકાના બનેલા ક્લસ્ટરના સફાઈ કામદારોએ આ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યક્રમોને સફળ બનાવેલ એવું રિલાઇન્સ ફાઉન્ડેશન રાધનપુર ના ટીમ લીડર નીરપતસિંહ કીરાર ની યાદીમાં જણાવેલ છે

(9:47 pm IST)