Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાડો ડીસા વિશ્વ હિન્દૂ પરિષદે આવેદન આપ્યું

બંધુ પ્રકાશ પાલના પરિવારના હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપવા માંગ

ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ માંગ કરી હતી કે પશ્ચિમ બંગાળમાં સરકાર હટાવી રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે. બંધુ પ્રકાશ પાલના પરિવારના હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે અને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ ના બનાવો વધી રહ્યા છે. ત્યારે 10 સપ્ટેમ્બર 2019 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બંધુ પ્રકાશપાલના પરિવારમાં અસામાજિક તત્વો દ્વારા તેમની ગર્ભવતી પત્ની અને તેમના 8 વર્ષના દિકરાની કરપીણ હત્યા કરવામાં આવી હતી

(8:52 pm IST)