Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વડોદરા: પાદરા તાલુકાના ભોજ ગામે જુગારની રેડ પાડવા ગયેલ પોલીસના સ્ટાફ પર પથ્થરમારો: સરકારી વાહનને તોડફોડ કરનાર 18 વિરુદ્ધ ગુનો દાખલ: એક આરોપીને ત્રણ મહિનાની કેદની સજા

વડોદરા: શહેરમાં પાદરાના ભોજ ગામે જુગારની રેઇડ પાડવા ગયેલા પોલીસ સ્ટાફ પર પથ્થરમારો કરી સરકારી વાહનની તોડફોડ કરનાર ૧૮ આરોપીઓ સામેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને કસુરવાર ઠેરવીને ત્રણ મહિનાની કેદ કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે ગત તા.૧૬-૧૦-૨૦૧૦ના રોજ પાદરા પીઆઇ બી.એલ. જાદવને માહિતી મળી હતી કે  પાદરાના ભોજ ગામે ગ્રામપંચાયત પાસે કેટલાક લોકો ભેગા મળીને જુગાર રમે છે.

 જેથી પી.આઇ. પોતાના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ''પોલીસના માણસો અમને જુગાર રમવા દેતા નથી વડોદરાથી પૈસા લેવા માટે આવે છે'' તેવું જણાવીને જુગારીઓએ પોલીસ સ્ટાફ પર પથ્થરમારો કર્યો હતો. જેમા પીઆઇ જાદવ અને બે પોલીસ કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. વધુ પોલીસ ફોર્સ બોલાવવા પોલીસ જવાન સંતોષ પ્રસાદે મોબાઇલ કરતા આરોપી અબ્બાસ હસનભાઇ રાઠોડે લાકડી મારી મોબાઇલ ફોન ઝુટવી લીધો હતો તેમજ પોલીસ જીપના કાચ તોડી નાંખ્યા હતા. 

(5:50 pm IST)