Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગુજરાતમાં મગફળીનું બમ્પર ઉત્પાદનઃ સિંગતેલના ભાવ ઘટશે

સિંગતેલનો ભાવ ડબ્બા દીઠ ૮પ૦ થવાની શકયતા

અમદાવાદ તા. ૧પઃ રાજયમાં ચાલુ વર્ષે સારા વરસાદના પગલે મગફળીના ઉત્પાદનમાં ૧૦૦ ટકાનો વધારો થઇ ગત વર્ષની તુલનાએ બમણું ઉત્પાદન થયું છે, જેના પગલે સિંગતેલના ભાવમાં જબ્બર ઘટાડો આવશે. સિંગતેલનો ડબો તહેવારો ટાણે રૂ. ૧૯૦૦ સુધી પહોંચ્યો હતો તે ઘટીને હવે રૂ. ૮પ૦ આસપાસ થવાની ધારણા છે.

માર્કેટ એનાલિસ્ટના મતે ગુજરાતમાં મગફળીના પાકનો અંદાજ ૩૦ લાખ ટન છે, જે ગત વર્ષ કરતાં ડબલ છે, જોકે ગુજરાત સિવાયના તમામ રાજયમાં ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. જેના પગલે સમગ્ર દેશનું ઉત્પાદન ૧૧.૬પ લાખ ટન વધશે.

સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આશરે ૧પ હજાર ગુણીની આવક ગત સપ્તાહે સરેરાશ થઇ હતી અને ભાવ ર૦ કિલોએ રૂ. પ૦ થી ૮૦ ઘટીને રૂ. ૧૦૦૦ થી ૧૧૦૦ની વચ્ચે બોલાયા હતા. સૌરાષ્ટ્રના મગફળીના ટ્રેડરોના જણાવ્યા અનુસાર વધુ આવકની ધારણાએ મગફળીના ભાવ ઘટી રહ્યા છે. મગફળીના ઉત્પાદને આ વર્ષે છેલ્લાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે.

ગુજરાતમાં મગફળીનું વાવેતર ૧પ.પ૦ લાખ હેકટર થયું છે જે ગત વર્ષ કરતાં ૮ર,૭૯૬ હેકટર વધુ છે સારા ચોમાસાના કારણે ૩૦ થી ૩પ લાખ ટન વિક્રમજનક મગફળીનો પાકો ઉતરવાની આશા છે.

(4:08 pm IST)