Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રાઈફલ શૂટીંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ૩ ગોલ્ડ મેડલ સહિત ૨૪ મેડલો મેળવી ભરૂચ એસપીના પત્નિ વંદનાબાએ સમગ્ર સમાજને ગૌરવ અપાવ્યું

રાજકોટ, તા. ૧૫ :. પોલીસ તંત્રમાં યશસ્વી ફરજને કારણે જાણીતા બનેલા ભરૂચ જિલ્લાના પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્નિ વંદનાબાએ પણ પતિના પગલે પગલે તેમના માર્ગદર્શન હેઠળ અથાગ જહેમત ઉઠાવી બે વર્ષમાં જિલ્લા કક્ષાએથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધીની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ તેઓએ શૂટીંગ સ્પર્ધામાં મેળવી છે. તેઓએ સિલ્વર-ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૨૪ મેડલ મેળવી મહિલા સશકિતકરણ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવા સાથે પોતાના પરિવાર અને ક્ષત્રિય સમાજનું નામ દેશના નકશા પર મુકી દીધુ છે.

વંદનાબા ચુડાસમા છેલ્લા બે વર્ષથી રાયફલ શૂટીંગમાં સતત જહેમત ઉઠાવી રહ્યા છે. શોર્ટગન, એર પીસ્ટલ અને ૨૨ બોરની સ્પોર્ટસ પીસ્ટલ શૂટરમાં આ અનેરી સિદ્ધિ મેળવી છે. તેઓએ રાજ્યકક્ષાની શૂટીંગ સ્પર્ધામાં ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેઓ હજુને હજુ રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવવા મહેચ્છા ધરાવે છે. અત્રે યાદ રહે કે વંદનાબાના પિતાશ્રી પી.કે. જાડેજા પણ રાજ્ય પોલીસ તંત્રમાં મદદનિશ પોલીસ કમિશ્નર દરજ્જે ફરજ બજાવી નિવૃત થયા હતા. હાલમાં તેઓ કચ્છના ભચાઉ ખાતે વસવાટ કરે છે.

(1:29 pm IST)