Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

યુવતીના પરિવારજનોએ લગ્ન કરાવવાનો ઇન્કાર કરતા યુવકે ધરાર ઘરમાં ધુસી અશ્લીલ હરકત કરી

અમરોલી પોલીસે પ્રેમીની માતા સહીત ત્રણની ધરપકડ કરી

સુરત : અમરોલી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીના પરિવારે લગ્ન કરાવવાનો ઇન્કાર કરતા જબરજસ્તી ઘરમાં ઘુસી જઇ અશ્લીલ હરકત કરનાર પ્રેમી અને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારનાર પ્રેમીની માતા સહિત ત્રણ જણાની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.

અમરોલી વિસ્તારમાં બેન-બનેવી સાથે ભાડાના મકાનમાં રહેતી કોલેજીયન યુવતી મમતા (નામ બદલ્યું છે) નો પરિચય ફેસબુક પર નિલય વસંદ મોદી (રહે. ખોડિયારનગર ટેનામેન્ટ, ભટાર રોડ) સાથે થયો હતો અને તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ નિલય વર્તન અને પરિવારની સ્થિતી સારી હશે તો જ લગ્ન કરવાની મંજુરી આપશે તેવી વાત મમતાના પિતાએ નિલયના માતા-પિતાને કહી હતી.

મમતાના માતા-પિતાની અપેક્ષા મુજબ જ નિલયનો શંકાશીલ સ્વભાવ હતો અને મમતા જયાં પણ જતી હતી ત્યાંથી સેલ્ફી મોકલાવવા અને નોકરી નથી કરવાની તથા ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી મમતાએ જ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી નિલયને મમતાના અમરોલી ખાતેના રહેણાંકમાં ધસી ગયો હતો અને દરવાજો અંદરથી બંધ કરી હાથ પકડી અશ્લીલ હરકતો કરી હતી.

જેથી પડોશીએ દોડી આવ્યા હતા અને ત્યાર બાદ નિલયની માતા મિનાક્ષીબેન અને ભાઇ ધમન પણ દોડી આવ્યા હતા. જેમણે મમતાને તેની જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી અમે ઉચ્ચ જ્ઞાાતિના છે અને હું સોશીયલ વર્કર છું અને મારી રાજકારણમાં બહુ ઓળખાણ છે એમ કહી જોઇ લેવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં પોલીસે નિલય, તેની માતા અને ભાઇની ધરપકડ કરી છે.

(12:10 pm IST)