Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સુરતના વરાછામાં બીઆરટીએસ બસની અડફેટે આધેડનું કરૂણમોત : લોકોને બસચાલકને પોલીસ હવાલે કર્યો

મૂળ રાજસ્થાની મૃતક મનીષ જૈન પ્રોપર્ટીના કામકાજ સાથે સંકળાયેલ હતા : મૃતદેહ રાજસ્થાન લઇ જવાશે

સુરતના વરાછામાં બરોડા પ્રિસ્ટેજન નજીક બીઆરટીએસ બસ અડફેટે આધેડનું કરૂણમોત નીપજ્યું છે અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ જતાં બસના ડ્રાઈવરને પોલીસ હવાલે કરાયો હતો. સમગ્ર મુદ્દે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 આ અંગે મળતી વિગત મુજબ રાજસ્થાનના બાંસવાડામાં રહેતા મનીષ જૈન તેમના સાળાને બરોડા પ્રિસ્ટેજથી આગળ હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી ખબર અંતર પૂછવા કાર લઈને આવ્યાં હતાં. હોસ્પિટલમાંથી નીચે આવ્યા ત્યારે તેમની કાર રોડ પર નહોતી. આથી તેમણે આસપાસ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે કારને ટો કરી દેવામાં આવી છે. જેથી તેઓ રિક્ષામાં બેસીને કાર છોડાવવા માટે જવા નીકળ્યા એ દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે જ બીઆરટીએસની અડફેટે આવી ગયાં હતાં. મનીષ જૈનનું બસની અડફેટે આવી જતાં માથું રોડ પર અફડાયું હતું. જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ મનીષ જૈનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું

 . રાજસ્થાનમાં પ્રોપર્ટીના કામકાજ સાથે સંકળાયેલા મનીષ જૈનના મૃતદેહને પીએમ બાદ વતન રાજસ્થાન લઈ જવાશે. તેમના પરિવારમાં બે સંતાનો અને માતા પિતા તથા પત્ની હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મુદ્દે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:40 pm IST)