Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

એમેઝોન ફેસ્ટિવ યાત્રા પ્રોડક્ટ્સની હરાજી થઇ

અમેઝોને ૬૦૦થી વધુ પ્રોડક્ટનું દાન કર્યું

અમદાવાદ, તા.૧૪ : અમેઝોને આજે તેની ૨૫ દિવસની રાષ્ટ્રભરમાં વિશિષ્ટ હાઉસ ઓન વ્હીલ્સ એવી અમેઝોન ફેસ્ટિવ યાત્રા સંપન્ન કરી હતી. જેમાં અમેઝોન.ઇનમાં શોકેસ કરાયેલ શ્રેષ્ઠ ભારતીય પ્રોડક્ટ્સનું બેંગલોર ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશનને દાન કર્યું હતું. જેથી ભારતમાં કન્યા બાળકના હેતુને ટેકો અને પ્રોત્સાહન આપી શકાય. આ દાનમાં નાના અને મધ્યમ બિઝનેસીસની અને માઇક્રો ઉદ્યોગ સાહસિકોની રૂ. ૧૦ લાખની કિમતની ૬૦૦થી વધુ પ્રોડક્ટ્સનો સમાવેશ કરાયો હતો. દાનમાં અપાયેલી પ્રોડક્ટ્સમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ કુશળ કારીગરોના પરંપરાગત અને વિશિષ્ટ હેન્ડીક્રાફ્ટ્સ અને હેન્ડલૂમ્સ, ભારતભરના વણકરો અને પછાત સમુદાયોની પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હતો. કન્યા બાળના હેતુ માટે કામ કરતી બે સંસ્થાઓને ટેકો પૂરો પાડવા માટે ફંડ રેઇઝરમાં કેટલીક એમેઝોનફેસ્ટીવયાત્રાની પ્રોડક્ટ્સની હરાજી કરવામાં આવી હતી.

            હરાજીમાં સામેલ મોટા ભાગની પ્રોડક્ટ્સમાં વિશિષ્ટ પરંપરાગત ભારતીય હેન્ડિક્રાફ્ટ્સ જેમ કે ગુજરાતની પરંપરાગત રોગાન આર્ટ, છત્તીસગઢની દોખરા આર્ટ, ઉત્તરપ્રદેશના શોપીસમાંથી બ્રાસ અને માર્બલ, તામિલનાડૂના ટેન્જોર પેઇન્ટીંગ્સ અને તેનાથી વધુનો સમાવેશ કરાયો હતો. કેટેગરી મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ મનીષ તિવારીએ જણાવ્યું હતું કે,અમેઝોન ખાતે અમે અમારી સફળતા પરત્વેની ઊંડી સમર્પિતતા સમગ્ર ઇકોસિસ્ટમ વિકાસ સાથે સંકળાયેલી છે અને તેથી અમે દેશના કરોડો નાના બિઝનેસીસમાંથી અર્ધા લોકો સાથે કામ કરવાનું પસંદ કર્યુ છે જેમાં અનેક પરંપરાગત કુશળ કારીગરો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ઉભરતા બિઝનેસીસનો સમાવેશ થાય છે. એમેઝોનફેસ્ટીવયાત્રા ૨૫ દિવસોમાં ૯ રાજ્યો અને ૧૩ શહેરોમાંથી પસાર થઇને ૬૦૦૦ કિમી કાપ્યા છે. જે આ ઇકોસિસ્ટમની ઉજવણી હતી, જેથી અમે આ તહેવારની સિઝનમાં ભારતની શ્રેષ્ઠ ચીજો લાવી રહ્યા છીએ તેનું નિદર્શન કરી શકાય. આ ઉજવણી ફક્ત પ્રદાન સાથે જ પૂરી થઇ શકે તેમ હતી અને આ તહેવારની સિઝનમાં એમેઝોનીયન્સે કન્યા બાળના હેતુને અનેક રીતે સમર્થન આપવાનું નક્કી કર્યું હતું,

               જેમાં એમ્પ્લોયી ફંડ રેઇઝીંગ અને ઓક્ટોબરના વોલંટિયરીંગ પ્રોગ્રામનો સમાવેશ થાય છે. આ હેતુ કે જે એમેઝોન ખાતે અમારા હૃદયની નજીક છે તેથી અમે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાનું નક્કી કર્યું હતં કેમ કે અમે તેમની સાથે છેલ્લા થોડા વર્ષોથી કામ કરતા આવ્યા છીએ અને જિંદગી સુધારવાના તેમના અનુભવ, માત્રા અને પ્રતિબદ્ધતાની કિંમત કરીએ છીએ. દરમ્યાન આ ભાગીદારી અંગે સંબોધન કરતા અક્ષય પાત્ર પાઉન્ડેશનના સીઇઓ શ્રીધર વેન્કટે જણાવ્યું હતું કે, અમે જે કામ કરીએ છીએ તે શુભેચ્છકો અને દાતાઓના ટેકાથી શક્ય બન્યું છે. અમેઝોન ઉદાર અને અર્થપૂર્ણ ભાગીદાર છે, જે પોતાની શક્તિ અને દેશભરની પહોંચનો ઉપયોગ અર્થપૂર્ણ રીતે અને અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું છે.

(10:44 pm IST)