Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

એક ઝલક બાપૂ કી પાંચ એક ખુશ્બુ કી વિજેતાની જાહેરાત

ફોટો કન્ટેસ્ટને અદ્ભુત પ્રતિસાદ સાંપડયો રાજ્યનાં ૧૦૦થી વધારે ફોટોગ્રાફર્સે સ્પર્ધા ભાગ લીધો હતો : ગાંધીજીના યાદગાર પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયુ

અમદાવાદ, તા.૧૪ : પર્યટન પર્વ ઉજવણી ૨૦૧૯નાં ભાગરૂપે અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિનાં પ્રસંગે ગુજરાત ટૂરિઝમે ઇનોવેટિવ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ટૂરિઝમ (આઇસીઆઇટી) સાથે જોડાણમાં એક ઝલક બાપૂ કી....એક ખુશ્બૂ ગુજરાતી કી ફોટો કન્ટેસ્ટનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યનાં જીવંત પ્રવાસન સ્થળો તરફ ફોટોગ્રાફર્સને આકર્ષવાનું અને તેમને પ્રોત્સાહન આપવાનું હતું, જેમાં ગાંધીજીએ પ્રવાસ કરેલા સ્થળો સામેલ છે. ફોટો કન્ટેસ્ટને સારો આવકાર મળ્યો હતો, જેમાં ગુજરાત રાજ્યનાં ૧૦૦થી વધારે ફોટોગ્રાફર્સ સહભાગી થયા હતાં. ઇનામ વિતરણ સમારંભ સાથે એક ઝલક બાપૂ કી....એક ખુશ્બૂ ગુજરાતી કી ફોટો એક્ઝિબિશનનું આયોજન અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય એન્ટ્રીઓ સાથે વિજેતાઓનાં ફોટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ પ્રદર્શનની મુલાકાત મોટી સંખ્યામાં લોકોએ લીધી હતી, જેમાં સહભાગીઓ અને સાધારણ જનતા સામેલ હતી. ઇન્ડિયા આફ્રિકા ઇન્ટરનેશનલ ગાંધી આર્ટ કેમ્પ દ્વારા પ્રદર્શિત રસપ્રદ પેઇન્ટીંગ્સ પ્રદર્શનનું અન્ય એક આકર્ષણ હતું.

              આ ચિત્રો ૧૦ ભારતીય ચિત્રકારો અને ૧૦ આફ્રિકન ચિત્રકારોએ બનાવ્યાં હતાં, જેમાં મોહનથી મહાત્માની અભૂતપૂર્વ સફર દર્શાવી હતી. ઇનામ વિતરણ સમારંભ દરમિયાન રૂ. ૧ લાખથી વધારેનાં ઇનામોનું વિતરણ થયું હતું. પ્રથમ, બીજા અને ત્રીજા ઇનામનાં વિજેતાઓને અનુક્રમે રૂ. ૫૧,૦૦૦, રૂ. ૩૧,૦૦૦ અને રૂ. ૧૧,૦૦૦નું ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ૧૦ કલાકારોને રૂ.૩,૦૦૦-રૂ.૩,૦૦૦નાં આશ્વાસન ઇનામ આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સહભાગીઓ અને આઇસીઆઇટીનાં નિર્ણાયકો ઉપસ્થિત હતાં. પર્યટન પર્વની ઉજવણીએ આ કાર્યયોજના માટે

(10:31 pm IST)