Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

અમદાવાદમાં સેબીની ઓફિસે શેરબજારના રોકાણકારોએ હોબાળો મચાવ્યો

દિલ્હીની કંપનીએ ઉઠમણું કર્યાનો આરોપ : કોમન એકાઉન્ટમાંથી અન્ય 5 એકાઉન્ટમાં શેર ટ્રાન્સફર કરીને સંચાલક ફરાર

અમદાવાદ સેબીની ઓફિસ ખાતે ભારે હોબાળો જોવા મળ્યો હતો. શેરબજારના રોકાણકારોએ હોબાળો કર્યો હતો. દિલ્હીની ફેરવેલ સિક્યોરિટી લિમિટેડ કંપનીએ ઉઠમણું કર્યુ હોવાના આરોપ સાથે રોકાણકારોએ ભારે દેખાવો કર્યા હતા.

  આ અંગે મળતી વિગત મુજબ એક કોમન એકાઉન્ટમાંથી અન્ય 5 એકાઉન્ટમાં શેર ટ્રાંસફર કરી કંપનીના સંચાલક ફરાર થયા હોવાનો રોકાણકારોએ આરોપ લગાવ્યો છે. સેબી ઓફિસ ખાતે જે તે અધિકારીઓએ મુલાકાત ન આપતા ભારે હોબાળો થયો હતો. ત્યારે આ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરવામાં આવી છે.

(9:37 pm IST)