Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી -મોબાઈલ તોડીને ઘાડ઼ પાડતી અમદાવાદ પંથકની ગેંગના છ સાગરીતો ઝડપાયા

ભરૂચ પોલીસને ઘાડ઼,લૂંટ અને ચોરીના ગુન્હા ઉકેલવામાં સફળતા

ભરૂચ પોલીસને ત્રણ ધાડ, એક લૂંટ અને બે ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મળી છે પોલીસે ગુનામાં સંડોવાયેલી અમદાવાદ પંથકની ગેંગના છ સાગરીતોને ધાડમાં ગયેલા અસલ મુદ્દામલ સાથે ઝડપી પડ્યા છે

 . તારીખ 5 ઓક્ટોબરના રોજ નેત્રંગ નજીક આવેલા મોદલિયા ગામ પાસે આઈઑસીએલ કંપનીના નવ જેટલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી સર સામાનની લૂંટ ચલાવી અજાણ્યા લોકો ટેમ્પોમાં ફરાર થઇ ગયાં હતાં.આવો જ બનાવ નબીપુર નજીક આવેલા બંબુસર ગામમાં પણ બન્યો હતો. બંને ગુનાઓમાં ચોક્કસ ગેંગના હાથ હોવાની સંભાવનાને ધ્યાને રાખી પોલીસે તપાસનો દોર આગળ ચલાવ્યો હતો

 . ભરૂચ એસપી રાજેન્દ્રસીંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો આરોપીઓને ઝડપી પાડવા કામે લાગી હતી. બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ જિલ્લાની ધાડપાડુ ગેંગના છ સાગરીતોને ઝડપી લેવાયા છે. તેમની પાસેથી ધડમાં ગયેલો અસલ મુદ્દામાલ કબ્જે લેવાયો છે. આ ટોળકીએ ત્રણ ધાડ, એક લૂંટ અને બે ચોરીના ગુનાની કબૂલાત કરી છે. ઝડપાયેલા આરોપીમાં બોટાદના ગઠડીયા ગામના રાજુ બામ્બા અને બોટાદના જ કરણીય ગામના ગોપાલ ભરવાડ તેમજ ધોલેરાના હેબતપુરના સુરેશ મીઠાપરા, પરેશ પરમાર, હિરભાઈ પરમાર અને નરેશભાઇ મીઠપરાનો સમાવેશ થાય છે.

આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રાજૂ બામ્બા (ભરવાડ) જે જ્ગ્યાએ લૂંટ કે ધાડ પાડવાની હોય તે જગ્યાની રેકી કરી ભૌગલિક પરિશ્થિતીથી વાકેફ થતો હતો. જગ્યા નક્કી થયા બાદ ગોપાલ ભરવાડના ટેમ્પામાં આની સાગરીતો સ્થળ પર પહોંચતા હતા . સ્થળ પર હજાર લોકોને ડરાવીને બંધક બનાવી તેમના મોબાઈલ તોડી નાખવામાં આવતા હતાં. લૂંટ કે ધાડ પાડી તેઓ ટેમ્પામાં ફરાર થઇ જતાં હતાં.

(9:35 pm IST)