Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

રાજ્યની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર: 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી શાળાઓમાં વેકેશન

પ્રા. શિક્ષણ નિયામકની પરિપત્ર દ્વારા જાહેરાત: 14 નવેમ્બરના રોજ રાબેતા મુજબ શાળા શરૂ થશે

અમદાવાદ : શાળામાં ભણતા સો વિદ્યાર્થીઓ દિવાળી વેકેશનની રાહ જોતા હોય છે. વેકેશન આવે એટલે મામાને ઘરે જવાનું, બહાર ફરવા જવાના પ્લાન અગાઉથી બનવી લેતા હોય છે. વાલીઓ પણ બાળકોના લેકેશનને અનુરૂપ પોતાનું શિડ્યુંલ બનાવતા હોય છે. ગુજરાત સરકારે દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. દરેક શાળામાં એક સરખી રીતે પાલન થાય તે માટે પરિપત્ર જાહેર કર્યો છે.

   શિક્ષણ અધિકારીએ જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે 21 દિવસનું વેકેશન રહે છે. 24 ઓક્ટોબરના રોજ શરૂ થતું વેકેશન 13 નવેમ્બરે પૂરૂ થશે. 14 નવેમ્બરના રોજ રાબેતા મુજબ શાળા શરૂ થશે. જો કે આ વખતે મંદીના કારણે બજારમાં જોઈ તેટલી રોનક જોવા મળતી નથી. લોકોના બહાર ફરવા જવાના દિવસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

(8:42 pm IST)