Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

અમદાવાદના ચાણક્યપુરીમાં દુકાનદાર સહીત પત્નીએ ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરી મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના ચાણક્યપુરીમાં સાડી ખરીદવા ગયેલા દંપતી સાથે ભાવતાલ કરવા મામલે દુકાનદાર અને તેની પત્નીએ ઝઘડો કર્યો હતો. જેમાં તેમણે દંપત્તીને ગાળો બોલીને મારઝુડ કરતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગત મુજબ ઘાટલોડીયામાં રહેતો સંતોષ એમ.શર્મા તેની પત્ની મોનીકા સાથે ૧૨ ઓક્ટોબરના રોજ ચાણક્યપુરીમાં આવેલી ભાવના સિલેક્શન નામની દુકાનમાં સાડી ખરીદવા ગયો હતો. મોનીકાએ બે સાડી ખરીદતા દુકાનદારે બન્ને સાડીના  રૃ.,૩૦૦ થયા હોવાનું કહ્યું હતું. સંતોષે રૃ.,૦૦૦માં બન્ને સાડી આપવા જણાવતા દુકાનદારે ભાવમાં પોષાતુ નથી, એમ કહ્યું હતું.

(6:45 pm IST)