Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

૧૦૩ વિદ્યાર્થીઓની પ્રથમ બેંચ સાથે વડોદરામાં બની દેશની પ્રથમ રેલ યુનિવર્સિટી

વડોદરા રેલ્વે સ્ટેશન દરરોજ ૨૦૦ ટ્રેનોનું આવનજાવન

અમદાવાદ, તા. ૧૪ :. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય છે. હવે રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન દ્વારા દેશની પ્રથમ રેલ વિશ્વ વિદ્યાલય બન્યુ છે. જે ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડમી (એનઈઆઈઆર) પરીસરમાં છે અને ૫૫ એકરમાં કેમ્પસ છે.

રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન દ્વારા શિક્ષણ સહિત અનેક અનુસંધાન, પ્રશિક્ષણની સાથે પરિવહન ક્ષેત્રે સંશોધનની મુખ્ય ભૂમિકા બનશે. આ યુનિવર્સિટીમાં દેશના ૨૦ રાજ્યોમાં ૧૦૩ છાત્રો સાથે પ્રથમ બેંચ શરૂ થાય છે. આ યુનિવર્સિટીના છાત્રોને આઈઆઈટી મદ્રાસ, મુંબઈ, જમશેદપુર સહિતની દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાની નિષ્ણાંત ફેકલ્ટી શિક્ષણ કાર્ય કરાવશે.

રેલ વિશ્વ વિદ્યાલયમાં ૨૫૦ રૂમોવાળી બહુમાળી હોસ્ટેલ ભવન, મેસ, મનોરંજનાત્મક હોમ, સ્પોર્ટસ સેન્ટર સહિત સુવિધા રાખવામાં આવી છે.  વડોદરા સ્ટેશન મુંબઈ, નવી દિલ્હી લાઈન, મુંબઈ, અમદાવાદ લાઈનનું જોડાણવાળુ જંકશન છે, જ્યાં દરરોજ ૨૦૦ ટ્રેનોની અવરજવર થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશનને નવા રંગરૂપ અને બદલાવ સાથે ચિત્રો પણ શોભા વધારી રહ્યા છે.

(3:49 pm IST)