Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

પ્રાંતિજ નેશનલ હાઈવે પર અચાનક કારમાં આગ ભભૂકી : પેટ્રોલ લીક થતા કાર સળગી પાંચ લોકોનો આબાદ બચાવ

હિંમતનગરથી અમદાવાદ તરફ જતી કાર ભડભડ સળગી સળગી

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે ર સ્કુલ પાસે એક કારમાં આગ લાગી ભભૂકી છે કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી.જોકે કારમાં સવાર પાંચેય વ્યક્તિનો આબાદ બચાવ થયો છે

 જાણવા મળ્યા મુજબ કાર હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહી હતી.તે સમયે પેટ્રોલ લીક થતા કાર સળગી ઉઠઈ હતી.

   ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો.આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોવાથી ગણતરીના કલાકોમાં આગ ભડભડ સળગી ઉઠી હતી.

(12:48 pm IST)