Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજ્યના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ

બારડોલીમાં સવા પાંચ ઈંચ, નવસારીના વાંસદા ,ભુજ તાલુકામાં અને નર્મદાના નાંદોદમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો : 50થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ :  રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના 70 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં 50થી વધુ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બારડોલી તાલુકામાં ખાબક્યો છે. બપોર સુધીમાં બારડોલીમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબકી ગયો છે. આ તરફ નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના ભુજ તાલુકામાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો છે. નર્મદાના નાંદોદમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે તો ગીર સોમનાથ વેરાવળમાં પણ પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર, પલસાણા અને વાપી શહેરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે

(11:36 pm IST)