Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

રસાદની સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી: અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદ :  રાજ્યમાં બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે. વરસાદને લઈને હવામાન વિભાગે વધુ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે રાજ્યમાં ભારે વરસાદ થશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 આ સાથે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. એટલુ જ નહીં વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે

(11:34 pm IST)