Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નડિયાદ તાલુકાના આખડોલ ગામે સાયલેન્સર ચોરી કરતી ટોળકી બની સક્રિય:6 કારોને નિશાન બનાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

નડિયાદ: તાલુકાના આખડોલ, મરીડા અને કમળા ગામે ત્રાટકેલી સાયલેન્સર ચોર ટોળી દ્વારા છ જેટલી ઈકો કારને નિશાન બનાવીને સાયલેન્સરોની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. બે મહિના પહેલાં સક્રિય થયેલી સાયલેન્સર ચોર ટોળી પકડાયા બાદ વાહનચાલકોમાં હાશની લાગણી જોવા મળતી હતી. પરંતુ ફરી ટોળી સક્રિય બનતાં ઈકો કારના ચાલકોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના આખડોલ ગામે રહેતા અને નડિયાદમાં નોકરી કરતા ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણે પોતાની ઈકો કાર નંબર જીજે-૧૬, સીએન-૪૯૧૫ની ગત ૭મી સપ્ટે.ના રોજ સાંજે પોતાના ઘર આંગણે પાર્ક કરી હતી દરમ્યાન ત્રાટકેલા તસ્કરો ૪૫ હજારની કિંમતનું સાયલેન્સર ચોરી કરીને લઈ ગયા હતા. સવારે તેમણે કાર ચાલુ કરતા સાયલેન્સરની ચોરી થયાની જાણ થઈ હતી.


તસ્કર ટોળી ત્યાંથી મરીડા ગામે ત્રાટકી હતી અને ઈકો ગાડી નં. જીજે-૨૭,ડીસી-૩૧૭૭, અશોકકુમાર રઈજીભાઈ ચૌહાણની ઈકો ગાડી નં. જીજે-૦૭, ડીએ-૩૮૩૫, મહેશભાઈ ફતાભાઈ હરીજન (રહે. અરેરા, તા. નડિયાદ)ની ઈકો કાર નં. જીજે-૦૭, ડીએ-૧૯૩૭, સંજેષભાઈ શનાભાઈ સોલંકી (રહે. કમળા)ની ઈકો ગાડી નં. જીજે-૦૭, ૨૩ એચ-૮૮૨૩ તથા દિનેશભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ (રહે. કમળા)ની ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

(5:18 pm IST)