Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

વડોદરા:ગોરવા વિસ્તારમાં પત્નીને ઢોરમાર મારનાર પતિ વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાવી

વડોદરા:શહેરના ગોરવા વિસ્તારમાં મોબાઈલ ફોન ઉપર પતિનું લોકેશન જાણવા બાબતે થયેલી માથાકૂટમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી ચાકુ વડે હુમલો કરતા પત્નીને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે મારામારી સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, પાંચ વર્ષ અગાઉ મારા લગ્ન અમિત સોલંકી ( રહે - વાલ્મીકિ નગર, ગોરવા ) સાથે થયા હતા. ગઈકાલે મારા પતિને ક્યાં છો તેવું ફોન ઉપર પૂછતા તેઓ ઝઘડયા હતા. ત્યારબાદ સાંજે આવી અપશબ્દો બોલી મને ફોન કરી હેરાન કેમ કરે છે. તેમ કહી આખા શરીરે ચામડાના બેલ્ટ વડે માર માર્યો હતો. ઝપાઝપી દરમિયાન મારા પતિએ ચાકુ મને માથાના ભાગે મારતા ઇજાઓ પહોંચી છે. ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન પાંચ ટાંકા આવ્યા છે. પતિએ ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ. 

(5:18 pm IST)