Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પ્રેમિકા સાથે ગાર્ડનમાં બેઠેલ યુવક પર પરિચિત યુવકે હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રેમિકા સાથે ગાર્ડનમાં બેસેલ યુવક ઉપર પરિચિતે હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડવાની સાથે ખોટી ફરિયાદમાં ફસાઈ દેવાની ધમકી અંગેનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

માંજલપુર વિસ્તારમાં રહેતા પ્રિન્સ ગાંધીએ ફરિયાદ નોંધાવી હતી કે, 12 મી સપ્ટેમ્બર ના રોજ તે મહિલા મિત્ર સાથે રિલાયન્સ સર્કલ પાસેના મસિયા તળાવના ગાર્ડનમાં બેઠો હતો. રાતના 9:30 વાગ્યાના સુમારે પ્રિયાંક પટેલ (રહે- માંજલપુર) આવી પહોંચ્યો હતો . અને મને જણાવ્યું હતું કે, મારા વિરુદ્ધમાં ફરિયાદ આપી છે તો હું પણ તું અને તારી મમ્મી ખરાબ કામ કરે છે તેવી ફરિયાદ આપીશ અને તારી બંને કાર તથા એકટીવાને નુકસાન પહોંચાડીશ. આ દરમ્યાન મને માર મારતા સામાન્ય ઇજા પહોંચી છે. જ્યારે રુદ્રાક્ષની ચેન તૂટીલી છે.

(5:18 pm IST)