Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

વડોદરાના ગોરવા વિસ્તારમાં તસ્કરો 1.91લાખની મતા ચોરી છૂમંતર.....

વડોદરા:શહેરમાં તસ્કરો દિન પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેવામાં વીતેલા 24 કલાક દરમ્યાન વધુ બે ચોરીની ઘટનાઓ સામે આવી છે. શહેરના ગોરવાની મંગલ મંદિર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો 1.91 લાખ ઉપરાંતની મત્તા ચોરી ફરાર થઈ જવા પામ્યા છે. તો બીજી તરફ મકરપુરા જીઆઇડીસીની કંપની પાસેથી 80 હજારની કિંમતની લોખંડની પાઇપો ગાયબ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગોરવા વિસ્તારની મંગલ મંદિર સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ પટેલ ખાનગી કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરે છે. 10 મી સપ્ટેમ્બર ના રોજ તેઓ મકાનના દરવાજાને લોક કરી પરિવાર સાથે પાદરા વતને ગયા હતા. બીજા દિવસે પરત આવતા દરવાજાનો નકુચો તૂટેલો હતો અને ઘરમાં સામાન વેર વિખેર નજરે ચડ્યો હતો. તપાસ કરતા અજાણ્યો તસ્કર તિજોરીમાંથી સોનાની ચેન ,સોનાનું પેન્ડલ, સોનાની બુટ્ટી અને રોકડા રૂ.40 હજાર સહિત 1,91,475ની મત્તા ચોરી નાસી છૂટ્યો હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં મકરપુરા વિસ્તારમાં રહેતા જગન્નાથ કુસવાહા મકરપુરા જીઆઇડીસી શેડ નંબર 967/ 5 ખાતે અંકુર એન્જિનિયરિંગ નામની કંપની ધરાવે છે. 17 ઓગસ્ટના રોજ  802 કીગ્રા વજન ધરાવતી 12 નંગ લોખંડની પાઇપો તેમણે કંપનીની બહાર મૂકી હતી. જે પૈકી રૂ. 80 હજારની કિંમતની 10 નંગ લોખંડની પાઇપો ચોરી થયાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:18 pm IST)